________________
પર
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ બ્રાહ્મણે સમજી ગયા કે બ્રાહ્મણના કરાઓએ આ જીવદેવસૂરિને ચીડવ્યા છે તેનું જ આ પરિણામ છે. બ્રાહ્મણે પર કઈ જાતને અંકુશ રહ્યો નથી. જ્યારે જૈનમુનિઓ બ્રહ્મચારી છે, તપસ્વી છે, તે કેઈથી ગાંજ્યા જાય તેમ નથી, આને ઉપાય નહીં થાય તે આ વાયુદેવનું વાયડ મહાસ્થાન થડા કાળમાં હતું ન હતું થઈ જશે, માટે આને ઉપાય તરત કરે જોઈએ.
તરત બ્રાહ્મણનું પંચ મળ્યું, તેણે આ જીવદેવસૂરિના વ્યાખ્યાનમાં જઈનમ્રભાવે અરજ ગુજારી કે–ગુરુજી ! આ વાયુદેવે વાયડ સ્થાપ્યું છે, બ્રહ્મભવન સ્થાપ્યું છે, આપ વાયુદેવનું રૂપ છે, છેકરાઓની ભૂલથી આજે મેટું સંકટ આવી પડ્યું છે. આ જગતમાં આપ સિવાય એ બીજે કે પુરુષ નથી કે જે આ સ્થાનને આ સંકટમાંથી બચાવી શકે. કૃપાનાથ! આપ દયાના સાગર છે, તે આ મહાસ્થાનની રક્ષા કરે અને અમને જીવિતદાન આપે, આમ થશે તે જ આ સ્થાન સ્થિર થશે અને એની પવિત્રતા જળવાશે.
આચાર્ય મહારાજ આ સાંભળી મૌન જ રહ્યા
હવે લલ્લશેઠ બોલ્યો કે–ભૂદે! મને હિંસા પર અણગમે છે, જીવ વધના કારણે મેં તમારે ધર્મ છે અને અહિંસક એવા જૈનધર્મને સ્વીકાર કર્યો, આ જ કારણે તમે અદેખાઈથી જેનેને ત્રાસ આપે છે. તમે ઘણું અને જેને ચેડા. એટલે તમે મનમાન્યું કરે એ ઠીક નથી, જે થયું તે થયું પણ હવે ભવિષ્યમાં આવું ન બને તેની તમારે બાંહેધરી આપવી જોઈએ. ભવિષ્યમાં બ્રાહ્મણે અને મહાજન વચ્ચે અથડામણી ઊભી ન થાય તે માટે ઉચિત મર્યાદા બાંધવી જોઈએ. જે આમ બને તે મને ખાતરી છે કે આચાર્ય મહારાજ તમારી વિનતિને માન આપશે અને ઈચ્છા મુજબ આ મહાસ્થાન પવિત્ર બની રહેશે.
આ સાંભળી બ્રાહ્મણોએ જેનોને નીચે પ્રમાણે કરાર કરી આપ્યું.
બ્રાહ્મણોએ જેનેના ઉત્સવ મહેત્સવમાં વિદન કરવું નહીં, જૈન સાધુઓની મર્યાદામાં આડખીલી કરવી નહીં, નવા જૈનાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org