________________
૫૩૪
જેન પરંપરાને ઈતિહાસ
{ પ્રકરણ બનાવ્યું હતું, જેને ઉલ્લેખ મહાકવિ ધનપાળની “તિલકમંજરીમાં મળે છે. તેમનાં “ચતુર્વિશતિજિનસ્તુતિ” અને “સરસ્વતી તેત્ર” આજે ઉપલબ્ધ છે, બીજા પ્રબંધે મળતા નથી. આ ગેવિંદસૂરિ, આ નન્નસૂરિ
તેઓ આ બપ્પભદિસૂરિના ગુરુભાઈઓ હતા, વિદ્વાન અને પ્રભાવશાળી હતા.
વિ. સં. ૮૪૫ માં ગ્રંથભંડારે સ્થાપવા બાબતને વિચાર કરવા શ્રમણ સમિતિ મળી હતી. તેમાં તેઓ હાજર હતા અને સંભવ છે કે, મેઢેરામાં જૈન ગ્રંથભંડાર સ્થાપ્યો હશે. આ આચાર્યોએ રૂપક તથા નાટક દ્વારા બોધ આપી આમરાજાની કેટલીએક ભ્રમણાઓ ટાળી હતી. ગ્વાલિયરને રાજા મિહિર ભેજ તેઓને ગુરુ તરીકે માનતે હતે. આ૦ નન્નસૂરિએ ભ૦ આદિનાથના જીવનપ્રસંગે ઘટાવીને સંધિબંધ નાટક રચ્યું હતું, જે આજે મળતું નથી. - આ આચાર્યો ત્યવાસી હશે, એમ સંભવે છે.
રાજા શિવ મૃગેશ દેલતાબાદનું તળાવ ખોદતાં તેમાંથી કદંબવંશના રાજા શિવમૃગેશનું વિ. સં. ૮૭૦ લગભગનું તામ્રપત્ર મળી આવ્યું છે. તેમાં લખ્યું છે કે –
રાજા શિવમૃગેશે જેનસંઘને કાલવંગ ગામ આપ્યું છે. તેની ઉપજ ૧. જિનાલય, ૨. વેતાંબર મહાસંધ અને ૩. દિગમ્બર મહાશ્રમણ સંઘ; એ ત્રણ વિભાગમાં વાપરવી વગેરે ... - આથી નક્કી છે કે, શિવમૃગેશ તે જૈન રાજા હતે.
(ૉયલ એશિયાટિક સોસાયટી મુંબઈ બ્રાંચ, જર્નલ ૩૨ (૩૪) માં છપાયેલ દાનપત્ર: જૈન સત્ય પ્રકાશ ક. ૭૫-૮૦) મી_પડિહાર-પ્રતિહાર-રાજાવલી | મૌર્ય વંશમાંથી પ્રતિહાર વંશ નીકળે છે. તે પ્રતિહાર વંશ વિક્રમની આઠમી સદીથી ભિન્નમાલ અને કેનેજની ગાદીએ આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org