________________
૫૨૪ જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ જૈન ગ્રંથકારે આ સ્થાનને મહાતીર્થ તરીકે ઓળખાવે છે. આ૦ જિનપ્રભસૂરિએએપ વીર લખી મેઢેરાને ભગવાન મહાવીરનું તીર્થ બતાવ્યું છે. “પ્રભાવક ચરિત્ર”માં ઉલ્લેખ છે કે આ. બપભટ્ટિસૂરિ આ તીર્થથી નિરંતર યાત્રા કરતા હતા. આ સ્થાનથી મેઢેરાગચ્છ નીકળ્યો છે, જેમાં આ૦ સિદ્ધસેન, આ બપ્પભટ્ટ, આ૦ નન્નસૂરિ વગેરે સમર્થ આચાર્યો થયા છે.
મેઢ જ્ઞાતિ પણ મેઢેરાથી નીકળી છે. મેઢ વાણિયા આવે બ, ભટ્ટિ વગેરેના ઉપાસક જેને હતા; જેઓએ અનેક જિનપ્રતિમાઓ તથા જૈનાચાર્યોની પ્રતિમાઓ ભરાવેલી છે જે આજે પાટણ, ઘઘા, ધંધુકા, વઢવાણ, દીવ, દેલવાડા વગેરે સ્થાનમાં વિરાજમાન છે. કસઆ૦ હેમચંદ્રસૂરિ, આ “હરિભદ્રસૂરિના શિષ્ય “વસંતવિલાસના કર્તા મહાકવિ બાલચંદ્રસૂરિ વગેરે મેજ્ઞાતિનાં જ રત્ન છે. તેમજ પાટણમાં આ૦ દેવચંદ્રસૂરિની પ્રતિમા સ્થાપનાર શેઠ આશાક, ધંધુકાના શેઠ નેમિનાગ (મામા), પાટણના ઠ૦ જાહુલણ વગેરે શ્રાવકે પણ મેઢ જ્ઞાતિના જ છે.
(જૈન સત્યપ્રકાશ ક. ૮, ૯, ૧૨૬.) આ૦ બપભદિસરિત - આ. બપભકિસૂરિ પંજાબના ફૂબાઉધી ગામમાં જન્મ્યા હતા, તેમના પિતાનું નામ બપ, માતાનું નામ દિ, અને તેમનું પિતાનું નામ સુરપાળ હતું. તેમને જન્મ વિ. સં. ૮૦૦ ભા શુ ૩ ની રાતે એટલે સંવત્સરી મહાપર્વની આગલી રાતે જ થયે હતે.
બાળક સુરપાળ ૬ વર્ષની નાની ઉંમરે માબાપથી રીસાઈ ઘર છેડી મેઢેરા ગયે. ત્યાં તેને મેઢગચ્છાના સહાપ્રતાપી આચાર્ય
ક આ ગામનું “પ્રભાવક ચરિત્રમાં દૂર્વોતધી નામ છે, “ચતુર્વિશતિપ્રબંધમાં ડુબાઉથી નામ છે. પંજાબમાં એક દુલવા ગામ છે, જે પૂ. શ્રી બુરાયજી મહારાજની જન્મભૂમિ છે. દૂર્વા, દૂલ્લા અને બને અર્થ “ધ્ર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org