SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પર૨ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ મેઢગચ્છ : મોઢગચ્છ મેહેરા તીર્થથી નીકળે છે, તેનું વર્ણન નીચે પ્રમાણે છે મેરા કયારે વસ્યું, તેને ઈતિહાસ મળતું નથી, કિન્તુ આ સ્થાન પ્રાચીન કાળથી મહાતીર્થ તરીકે ઓળખાય છે. “જીવાભિગમસૂત્રમાં વિજયદેવના જિનાલયનું જે વર્ણન મળે છે તેવી ગઠવણુવાળું અહીં જિનમંદિર હતું તેને પાછલા ભાગમાં પબાસન હતું, તેની ઉપર ભગવાન મહાવીરસ્વામી વગેરે ૩ પ્રતિમાઓ વિરાજમાન હતી. તેના આગલા ભાગમાં ચૌમુખી મંડપ અને તેની આગળ જલકુંડ હતે. ઘણું જૈન તીર્થો પહાડ ઉપર છે, તેમ કેટલાએક તીર્થો દરિયા કિનારે કે નદી કિનારે પણ છે. જે જૈન તીર્થમાં કુદરતી જલપ્રવાહ નથી ત્યાં જેનેએ જલાશ બનાવી લીધાં છે. - જેમકે શત્રુંજય ઉપર સૂરજ કુંડ, ગિરનાર પર ભીમકુંડ, આબુ ઉપર વિમલવસતિ પાસેનું લલિતાસર, કુલ્પાકજીમાં આરસની વાવ, પાવાપુરીનું જળમંદિર, ગુણાયાજીનું જલમંદિર, ભાંડકજીનું જલમંદિર, શિખરજી પરનું ઝરણું, ક્ષત્રિયકુંડ પર ઝરણું, ઈન્દ્રગિરિ પાસે શ્રવણબેલગેલ, રાજગૃહીના કુંડો, અને કલકત્તાનાં કાચનાં મંદિરના હેજ તથા પુવારે વગેરે વગેરે ઉદાહરણ આપી શકાય. આ જ રીતે મઢેરામાં પણું દેરાસરની સાથે નજીકમાં જ મેટે કુંડ છે. આ કુંડ પણ વિશાળ છે, તેની ચારે બાજુએ મટી મેટી દેવકુલિકાઓ છે. વળી, અંદર જઈએ તે મથાળે મોટી મોટી દેરીઓ, વચમાં વચમાં મધ્યમ પ્રમાણની દેરીઓ, અને તેની જ પડખે નાની નાની દેરીઓ છે, જેમાં જિનેશ્વરની મૂર્તિઓ માટેનાં વ્યવસ્થિત આસને છે. સિદ્ધરાજ જયસિંહ આ રચનાથી આકર્ષાઈને સહસ્ત્રલિંગ તળાવ બાંધવાના કેડ સેવ્યા હતા, પરંતુ તે અધૂરા જ રહ્યા. રાજા કરણદેવે મેઢેરાથી ૬ માઈલ દૂર કરણસાગર બંધાવ્યું અને રાજમાતા મીનળદેવીએ વિરમગામમાં મીનળ સરોવર બંધાવ્યું, તેની પ્રેરણા આ સ્થાનથી જ મળી છે. આ મંદિર ક્યારે બન્યું, તેને ઈતિહાસ મળતું નથી, તેને નાશ ગુજરાતના રાજા અજયપાળે કરેલ છે, એમ ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy