________________
'૫૧૮ જૈન પરંપરાનો ઈતિહાસ
[[ પ્રકરણ (૨૦) પદ્મશેખરસૂરિ. (૨૧) પદ્માનંદસૂરિ. (૨૨) નંદિવર્ધનસૂરિ. (૨૩) નયચંદ્રસૂરિ.
(પ્રભાવક ચરિત્ર પ્રશસ્તિ, શ્રીયુત નાહટાજી સં. રાજગ૭ પટ્ટાવલી, જેન સત્યપ્રકાશ : ક. ૧૨૮, મે. દ. દેશાઈને જેના સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ : પૃ. ૧૨ થી ૧૬, અમચરિત્ર) આ ઉદઘોતનસૂરિ
આ હારિવંશના રાજર્ષિ આચાર્ય છે, તેમણે શાકે ૭૦૦માં કુવલયમાલા નામને પ્રાઢ કથાગ્રથ બનાવ્યું છે. (જુઓ: પૃ. ૪૫૧) કૃષ્ણષિગ૭: : હારિલવંશમાં તત્વાચાર્યની પાટે આચાર્ય યક્ષમહત્ત થયા. (જુઓ : પૃ.૪૫૦ ) તેમણે પકૂપ(ખાંટુ)માં ભવ્ય જિનપ્રાસાદ સ્થાપ્યું હતું, તેમના શિષ્ય કૃષ્ણર્ષિથી કૃષ્ણગચ્છ ચાલે છે.*
કૃષ્ણષિ કડક સંયમી અને ઘોર તપસ્વી હતા. તેમણે ચૌમાસી ખમણ સુધીનાં તપ કર્યા હતાં, દર સાલ વધુમાં વધુ ૩૪ ધારણ કર્યા છે, એટલે બાકીને સમય તપમાં જ રહેતા હતા, તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપભૂતિ બની ગયા હતા કે, તેમનું નામ લેવા માત્રથી મનુષ્યનાં પીડા, રેગ, ઉપસર્ગ, ભૂતાવેશ, ગ્રહપીડા, મારિ, ચેર, શત્રુ, મદાંધ રાજા તથા કુસ્વપ્નનું અનિષ્ટ ; ; * ઉપકેશગને આ૦ કક્કસૂરિએ વિ સં ૧૩૯૩માં “ઉપકેશગ૭ પ્રબંધ” કલાક ૨૦૬ થી ૨૩૪ માં આ. નન્નસૂરિ, આ. યક્ષ મહત્તર અને કૃષ્ણનું જે વર્ણન આપ્યું છે, તે આ યક્ષસૂરિ અને કૃષ્ણષિને ઘણે અંશે મળતું આવે છે. પરંતુ તે ઘટના અને તે ગ્રંથકારની વચ્ચે ઘણાં વર્ષોનું આંતરું છે. એટલે તે સંજનમાં સાંભળેલી વાતનું સંમિશ્રણ હોય એ સ્વાભાવિક છે. પૂ. કૃષ્ણષિના શિષ્ય આ. જયસિંહસૂરિ “ધર્મોપદેશમાળાની પ્રશસ્તિમાં આ યક્ષમહત્તર તથા શ્રીકૃષ્ણષિને પરિચય આપે છે. આ પ્રત્યક્ષ ઉલ્લેખને આધારે જ અમેએ ઉપરને ઇતિહાસક્રમ યે છે.
(પં. લા. ભ. ગાંધીકત “ધર્મોપદેશમાલા'ની પ્રસ્તાવના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org