________________
૫૧૪
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તેમના નામથી રાજગચ્છની ધર્મશેષશાખા નીકળી છે, જે પાછળથી ધર્મ શેષગ૭૪ તરીકે વિખ્યાત થયેલ છે. આચાર્યશ્રીએ ધર્મ ઘેષગચ્છની સંભાળ માટે અને પિતાના શિષ્યોમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ માટે ૧૬ શ્રાવકોની એક સમિતિ નીમી હતી. ધર્મષમાંથી સુરાણુગચ્છ નીકળે છે. ધર્મષસૂરિની કેટલીક શિષ્ય પરંપરા નીચે પ્રમાણે મળે છે.
(૧). આ. રત્નસિંહસૂરિ–તેમની પરંપરા ઘણુ કાળ સુધી ચાલી છે. (જુએ, પૃ૦ પ૧૭)
(૨) આ. યશભદ્રસૂરિ—તેમણે ત્રણ વર્ગોના અક્ષરે વિનાનું “પ્રત્યક્ષાનુમાનાધિક પ્રકરણ” તથા ગદ્ય “ગોદાવરીકાવ્ય” બનાવ્યાં છે. તેમના શિષ્ય દેવસેનગણિએ વિ. સં. ૧૨૧૫ ચૈત્ર સુદ ૮ના ગિરનાર ( ચંદ્રગચ્છના ધર્મષસૂરિની પરંપરા નીચે પ્રમાણે છે –
. (૧) ચંદ્રપ્રભસૂરિ—તેઓ ચંદ્રગછના હતા અને વાદિભસિંહ તરીકે વિખ્યાત હતા. (૨) ધર્મષસૂરિ તેમને સિદ્ધરાજ જયસિંહ બહુમાન હતા. (૩) ચકેશ્વરસૂરિ તે મઠાધીશ આચાર્ય હતા. (૪) શિવપ્રભસૂરિ (૫). તિલકસૂરિ–તેમણે સામાચારી સૂત્ર ગા. ૨૦ જિતકલ્પ વૃત્તિ (વિ. સં. ૧૨૭૪) આવશ્યકસૂત્ર લધુવૃત્તિ ગ્રં. ૧૨૩૭૫ (સં. ૧૨૯૬ ) ચૈત્યવંદન વૃત્તિ, ગુરુવંદન વૃત્તિ પ્રત્યાખ્યાન વૃત્તિ, દશવૈકાલિકસૂત્ર વૃત્તિ, શ્રાવક સામાચારી,
પત્ત વૃત્તિ, પૌષધ સામાચારી પત્ત વૃત્તિ, વંદિતાસૂત્ર વૃત્તિ, પ્રત્યેકબુદ્ધચરિત્ર વગેરે બનાવ્યાં છે. (૬) આ. પદ્મપ્રભસૂરિ–તેમણે આવશ્યક લઘુવૃત્તિ રચવામાં મદદ કરી છે અને આ. તિલકસૂરિના શિષ્ય પં. યશસ્તિલકે તેની પ્રથમ પ્રત લખી છે.
(૧) વિધિધરે દ્ધારક આ. ચંદ્રપ્રભસૂરિ, (૨) આ. ધર્મઘોષ, (૩) આ. અભયઘોષ, (૪) મુનિવિદ્યાકુમાર તેમના ઉપદેશથી ઝાલા રાણા વિજય પાલની પત્ની રાણી નીતાદેવીએ યોગશાસ્ત્રની પ્રત લખાવી હતી. તેણીએ પાટડીમાં ભગવાન પાર્શ્વનાથનું દેરાસર તથા ઉપાશ્રય કરાવ્યા હતા. તેના જમાઈ ઝીંઝુવાડાના રાણા દુર્જનશલ્ય શંખેશ્વર તીર્થનો જર્ણોદ્ધાર કરાવ્યો, તે આ. હેમપ્રભસૂરિ તથા પૂર્ણિમાગ૭ના આ પરમદેવરિને ગુરુ તરીકે માનતો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org