________________
૫૧૩
બત્રીશમું ]
આ પ્રદ્યુમ્નસૂરિ તેમણે ત્રિપુરાગમમાંથી ઉદ્ધરીને સ્વતંત્ર સૂત્રગ્રંથ અને તેની પણ વૃત્તિ બનાવ્યાં છે. સં. ૧૩૩રના મહા વદિ પાંચમે ત્રિપુરા સરસ્વતીની કૃપાથી આ. દેવભદ્રના “સિજજસીરિય”ના આધારે “ીયાણનાથચરિત્ર ગ્રં. પ૧૨૪ બનાવ્યું છે, જેનું સંશોધન રાજા છા વૃદ્ધ કવિગુરુ પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. (શ્રેયાંસનાથચરિત્ર-પ્રશક્તિ)
૧૦. આ ધર્મઘોષસૂરિ તેમનું ટૂંકું નામ ધર્મસૂરિ હતું તે તીવ્ર બુદ્ધિવાળા હતા. ૬ ઘડીમાં ૫૦૦ ક મુખપાઠ કરી શક્તા હતા. મહાવાદી હતા. તેમને અંબિકાદેવી પ્રસન્ન હતાં. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભાઓમાં વ્યાખ્યાને આપ્યાં હતાં. ત્યાંના રાજાઓ અને પ્રજા ઉપર પ્રભાવ પાડ્યો હતે. નાગરને રાજા આલણ, શાકંભરીના રાજા અજયરાજ, અર્ણોરાજ કે જેણે પિતાની કન્યા જલ્ડણદેવી (ચંદ્રલેખા) ચૂર્જરેશ્વર કુમાર પાલને પરણાવી હતી, અને વિગ્રહરાજ વગેરે આચાર્ય દેવને ગુરુ તરીકે માનતા હતા. તેમણે અર્ણોરાજની સભામાં દિગમ્બર વાદી ગુણચંદ્રને હરાવ્યું હતું. બીજા વિદેમાં પણ વિજય મેળવ્યો હતે. તેમના ઉપદેશથી પ્રતિબધ પામી રાજા વિગ્રહ રાજે જૈનધર્મ આરાધ્યું હતું, અને અગિયારશ વગેરે તિથિઓની અમારિ વળાવી હતી. વિગ્રહરાજે અજમેરમાં મેટે રાજવિહાર બનાવી તેમાં મેટા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી, કળશ–દંડ ચઢાવ્યા હતા અને તેની ધ્વજા પણ પોતે જ અરિસિંહ તથા માલવરાજને સાથે રાખીને બાંધી હતી. આચાર્યશ્રીએ ઉપદેશ આપી સુબહપુર વગેરેમાં અનેક જિનપ્રસાદે બનાવ્યા છે. તેઓ વિ. સં. ૧૧૮૧ કે ૧૧૯૧માં ફધિ પાર્શ્વનાથ અને જીરાવલા પાર્શ્વનાથ (?) પ્રગટ્યા ત્યારે તે ઉત્સવમાં હાજર હતા. તેમણે સં. ૧૧૮૬માં ઘ vમો અને સં. ૧૧૮૬ માગશર શુદિ પ ના ગૃહિધર્મપરિગ્રહ પ્રમાણ બનાવ્યાં છે.
આ. ધર્મઘોષસૂરિએ ઘણા શિષ્યોને આચાર્યપદ આપ્યું છે. ૪ આ. દેવભદ્રસૂરિ માટે જુઓ: ૫, ૪૬૭, ૪૬૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org