SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશમું ]. આ૦ પ્રદ્યુમ્નસૂરિ ૫૧૧ (૧૦) આ ધનેશ્વર-–તે સમયૂ પુરિની દેવીના પણ ગુરુ હતા. ૧૧. આ. શાંતિસૂરિ ૧૨. આ. દેવભદ્ર ૧૩. આ. દેવાનંદ-તેમણે તેરમી સદીમાં તે સમયના આઠ વ્યાકરણેથી ચડિયાતુ “સિદ્ધસારસ્વત” વ્યાકરણ બનાવ્યું છે. તેમની પાટે (૧) આ. રત્નપ્રભ (૨) આ. પરમાનંદ અને (૩) આ. કનકપ્રભ થયા. આ પરમાનંદસૂરિની પાટે આ વિજયસિંહસૂરિ થયા. ૧૪. આ. કનકપ્રભ–તેઓ. આ. રત્નપ્રભની પાટે આવ્યા એ પણ ઉલ્લેખ મળે છે. ૧૫. આ પ્રદ્યુમ્નસૂરિ–તે બહુ પ્રબંધના બનાવનારા વાગદેવીપુત્ર આ. બાલચંદ્રસૂરિથી નાના અને આ. વિજયસિંહસૂરિથી મેટા હતા. તેમને વસ્તુપાળ મંત્રી બહુ માનતે હતે. તે ઠ. આલણના કુલના ગુરુ હતા. તેમણે વિ. સં. ૧૩ર૪ માં વઢવાણમાં પરવાડ મંત્રી વાહડને પુત્ર રાણિગ અને તેના પુત્રો મંત્રી રણમલ નથા સેગની વિનતિથી સમરાદિત્ય સંક્ષેપ ગ્રં. ની રચના કરી, જેની પહેલી પ્રત પં. જગચ્ચે લખી (સમરાદિત્યસંક્ષેપ) તેમજ પ્રવ્રજ્યાવિધાન–વૃત્તિ બનાવી, જેની પહેલી પ્રતિ આ. વાદિદેવસૂરિના વંશના આ. મદનચંદ્રસૂરિના શિષ્ય મુનિદેવસૂરિએ લખી. આ. પ્રદ્યુમ્નસૂરિ મહાકવિ હતા; તેમજ કાવ્યગ્રંથના સમર્થ સંશોધક હતા તેથી તેમણે તે સમયના ઘણુ ગ્રંથને શોધ્યા છે અને ઘટતે ફેરફાર કરાવી પ્રતિષ્ઠિત બનાવ્યા છે. તેમાંના કેટલાએક ગ્રંથ નીચે મુજબ છે – કવિ આસડની “ઉપદેશકંદલી” તથા “વિવેકમંજરી”નીયે આ. બાલચંદ્રસુરિ કરેલ વૃત્તિઓ (વિ. સં. ૧૨૪૮). ચંદ્રગછના આ. દેવેન્દ્રસૂરિકૃત ઉપમિતિસારોદ્ધાર” જ વિ. સં. ૧૨૯૮ કા. વ. ૬, - ચંદ્રગ૭માં (૧) આ. ભદ્રેશ્વર, (૨) આ હરિભદ્ર, (૩) આ. શાંતિસૂરિ, (૪) આ. અમદેવ અથવા ઉદયદેવ, (૫) આ. પ્રસન્નચંદ્ર, (૬) આ. મુનિરત્ન, (૭) આ. ચંદ્રસૂરિ, (૮) આ. યશેદેવ, આ. દેવેન્દ્રસૂરિ, આ.દેવેન્દ્રસૂરિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy