________________
અત્રીશમું] આ પ્રદ્યુમ્નસૂરિ
પણું (૭) અજિતસિંહસૂરિ ' (૮) આ. વર્ધમાનસૂરિ–તેમણે વનવાસી ગચ્છના આ વિમલચંદ્રસૂરિના શિષ્ય વીર મુનિને આચાર્યપદ આપ્યું હતું. આ ઘટના વિ. સં. ૮૦ થી ૯૧ લગભગમાં બની છે. આ૦ વીરગણીથી પણ કંબોઈયા, અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે. એક (સત્તાસમય વિ. સં. ૯૧ થી ૧૦૫૦ લગભગ.) .
(૯) આ. શીલભદ્રસૂરિ–તેમનું બીજું નામ આઠ શાલિભદ્રસૂરિ તેમણે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને દીક્ષાના દિવસથી “જાવજજીવ સુધી ૬ વિગઈઓને ત્યાગ કર્યો હતો. તેમને ઉપદેશ કયાંય નિષ્ફળ જતું ન હતું. તેઓ અમેઘ ઉપદેશક હતા તેમને (૧) આ. ચંદ્રસૂરિ, (૨) આ. ભરતેશ્વરસૂરિ, (૩) અ. ધનેશ્વર, (૪) આ. ધર્મઘોષ અને (૫) આ. સર્વદેવ એ શિષે રાજપૂજિત હતા અને આચાર્યો બન્યા હતા. તે તથા તેમના બીજા શિષ્યની પરંપરા આ રીતે મળે છે.
(૧) આ. ચંદ્રસૂરિ, આ. શીલભદ્રના મુખ્ય પટ્ટધર છે, તેમનું દીક્ષાના પાદેવ ગણિ હતું; તેમનું બીજું નામ ચંદ્રપ્રભસૂરિ પણ મળે છે તેમનું આયુષ્ય ઘણું લાંબું હતું. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા હતા. તેઓનું શાશ્વવિવેચન અને અર્થનિરૂપણ જિનવાણરૂપી ચક્ષુને ખેલવાને અમૃતાંજન જેવું મનાતું હતું. તેઓ
ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા. આ. ચંદ્રસૂરિએ દિનાગના “ન્યાયપ્રવેશ” ની આ હરિભદ્રસૂરિકૃત વૃત્તિ ઉપર “પંજિકા,
* ચંદ્રગચ્છના રાજગચ્છમાં આ. વર્ધમાનસૂરિ થયા છે. એ જ અરસામાં ચંદ્રગચ્છના કુર્યપુરીયગચ્છમાં બીજા એક આ. વર્ધમાનસૂરિ થયા છે. બન્ને તે સમયના સમર્થ આચાર્યો છે. તેમાંથી કોણે ક્યા ક્યા ગ્રંથ બનાવ્યા ? તે તપાસવાની જરૂર છે. આજે આ. શ્રીવર્ધમાનસૂરિના નામની ત્રણે કૃતિઓ મળે છે. છે. (૧) આ. હરિભદ્રસૂરિના “ ઉપદેશપદની ટી. સં. ૧૦૫૫
(૨) ધર્મદાસ ગણુની “ઉપદેશમાળાની મોટી ટીકા. (૩) ઉપમિતિભવપ્રપંચ નામસમુચ્ચય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org