________________
જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ વલભી ભાંગ્યું, ત્યારે ત્યાંનાં જૈન, બૌદ્ધ, અને શવનાં સેંકડો મંદિરને નાશ થયેલ છે. આ પ્રસંગે જૈનાચાર્યો ત્યાંથી વિહાર કરી પ્રભાસપાટણ, અણહિલપુર પાટણ, થરાદ તથા ભિન્નમાલ તરફ ચાલ્યા ગયા હતા. આ સમયે થરાદના આ. શાંતિસૂરિએ વલભીસંઘને ઘણું મદદ કરી હતી. આ. સંભૂતિઃ - તેઓ બીજા ઉદયના ૧૩મા યુગપ્રધાન છે (જુઓ: પૃ. ૧૯૯) આ. શાંતિસૂરિ
થારાપદ્રગ૭માં મહાવાદી આ. શાંતિભદ્રસૂરિ થયા છે. તેમણે વલભીભંગ થયે ત્યારે શ્રીસંઘને મેટી મદદ કરી હતી.
દાદા ધર્મઘોષસૂરિ લખે છે કે – ... बालब्भसंघकज्जे, उजमिओ जुगपहाणतुलहिं। ....... गंधव्ववाइवेआल-संतिसूरिहिं बहुलाए ।
(સમયસંઘથયું–અવચૂરિ) રાજગચ્છ-પદાવલી (૧)
રાજગછના આચાર્યો પિતાને ચંદ્રગચ્છના આચાર્યો તરીકે લખે છે. તેથી કઈ કઈ ચંદ્રગચ્છની પટ્ટાવલી છે અને કઈ કઈ રાજગચ્છની પટ્ટાવેલી છે તે તારવવું મુશ્કેલ થઈ પડે તેમ છે; છતાં ઉપલબ્ધ સાધના આધારે આ પટ્ટાવલી આપેલ છે.
(૧) આચાર્ય નન્નસૂરિ તેઓ તલવાડાના રાજા હતા. એ રાજાએ એક દિવસ શિકારમાં ફરતાં ફરતાં ગર્ભવતી હરણીને શિકાર કર્યો, ત્યાં તેને હરણને તરફડતા ગર્ભને દેખી ખૂબ દયા આવી, ઘણે પસ્તા થયે અને વૈરાગ્ય ભાવ જાગે તે પછી તેણે રાજપાટ છેડી વનવાસી ગચ્છના આચાર્ય પાસે જઈ દીક્ષાને
સ્વીકાર કર્યો, શાસ્ત્રાધ્યયન કર્યું અને આચાર્ય પદ મેળવ્યું. તેમને નાથી રાજગછ નીકળે છે. તેમની પાટ પરંપરામાં મહાવિદ્વાન આચાર્યો થયા છે. સાત આચાર્યો તે સમર્થ વાદી થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org