________________
૫૦૪
જૈન પર’પરાના ઇતિહાસ
શકરાચાય લીલા:
બૌદ્ધધર્મના ભારતવર્ષમાં હાસ થવા લાગ્યા. વિક્રમની પાંચમી સદીમાં ઔદ્ધાચાર્યએ આ મલ્લુસૂરિની સાથેના શાસ્ત્રામાં હાર પામી ધીમે ધીમે પશ્ચિમ ભારત છોડ્યું. વિક્રમની સાતમી સદીમાં દિગબરાચાર્ય. અકલ'કરિ સાથે શાસ્રા માં હાર પામી દક્ષિણ ભારત યુ. અને છેવટે વિક્રમની નવમી સદીમાં વિ. સ. ૭૮૮થી ૮૨૦માં માયાવાદી અદ્વૈતમતસ્થાપક શંકરાચાય થી હાર ખાઈ ભારતવષ ડયુ છે. બૌદ્ધાચાર્યાં ત્યારે ભારત છેડી હુંમેશને માટે બહારના દેશમાં ચાલ્યા ગયા છે; અને ત્યાર પછી એક બે સદીમાં તે એના અનુયાયીઓ પણ બૌદ્ધધર્મ ને તજી ખીજા ધર્માંમાં ભળી ગયા છે. શ્રીમાન શંકરાચાર્યે અદ્વૈતવાદના સિદ્ધાંત સ્થાપી બ્રાના ઉપદેશ આપ્યા છે, જેમાં અનેકાંતવાદ અને ક્ષણિકવાદના યુક્તિથી સમાવેશ કરેલ છે, તેથી જ કેટલાક વૈદિક વિદ્વાના તેમને પ્રચ્છન્નૌદ્ધ તરીકે ઓળખાવે છે.
[ પ્રકરણ
તેમના ‘વિજય’ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યુ છે કે—શંકરાચાર્ય ના અનુયાયીઓએ બૌદ્ધોને જીત્યાં પછી બીજા ધર્માં વાળાએ ઉપર ઘણા અન્યાય ગુજાર્યાં, ઘણા શ્રમણેાને કાપી નાખ્યા; શ્રમણાનાં મંદિશને નાશ કર્યાં, એમ અનેક રીતે નુકસાન પહોંચાડયું હતુ.
ઇતિહાસ કહે છે કે, આ મંથનકાળમાં જૈનને પણ ઘણું વેઠવું પડયુ છે. જેનાએ પૂર્વ ભારતના ત્યાગ કર્યાં, પાતાની વહાલી મગધભૂમિના ત્યાગ કર્યાં, તીર્થાં છેડયાં, 'શિ છેડયાં અને ત્યાંના ગૃહસ્થાએ જૈનધમ છેડયો.
Jain Education International
પુષ્યમિત્ર રાજા પછી આ બીજી ધક્રાંતિ થઈ છે. આ સમયે શંકરાચાર્ય ના અનુયાયીઓએ બદ્રી પાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, ભુવનેશ્વર વગેરે જૈન તીર્થાને અને બૌદ્ધગયા વગેરે બૌદ્ધતીર્થાને પોતાના કાબૂમાં લીધાં હતાં; જે આજ સુધી તેઓના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ જૈનાચાર્યાએ પણ પૂર્વ ભારતમાં વિચરી કુનેહથી ઘણાં જૈન તીર્થાને પુન: હસ્તગત કરી લીધાં છે, જે આજે પણ શ્વેતામ્બર જૈનસંઘને આધીન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org