________________
એકત્રીશમું] આ યદેવસૂરિ
૪૮૯ સં. ૧૩૦૦માં મતાંતરથી વીર સં. ૧૩૬માં, “રત્નસંચય માં વીર સં. ૧૩૨૦માં, અને “તપગચ્છપઢવલીમાં વીર સં. ૧૭૬૫માં આ બપ્પભસૂિરિનું સ્વર્ગગમન બતાવ્યું છે.
(૬) બૃહગચ્છની “સૂરિવિદ્યાની પ્રશસ્તિમાં ગાથાઓ છે કે – दिन्नो हरिभद्देण वि, विज्जाहरवायणाए तया ॥३॥ चिरमित्तपीइतोसा, दिन्नो हरिभदसूरिणा बिरओ। विजाहरसाहिणो, मतो सिरिमाणदेवस्स ॥४॥ આ પ્રશસ્તિને પૂર્વાપર સંબંધ અને સાર નીચે પ્રમાણે છે:
આ૦ માનદેવસૂરિ આ૦ સમુદ્રસૂરિના પટ્ટધર અને આ૦ હરિભદ્રસૂરિના ધર્મમિત્ર હતા. તેમને ગુરુજી પાસેથી વિ. સં. ૧૮૨ માં ચંદ્રકુલને સૂરિમંત્ર મળે. તેમજ ચિરસિત્ર આ હરિભદ્રસુરિ પાસેથી વિદ્યાધરશાખાને બીજે સૂરિમંત્ર મળે. પરંતુ મંત્રપાઠની સમાનતા, દુકાળ, લેકસંહાર અને રેગના કારણે તેઓ બને મંત્રોને ભૂલી ગયા. એટલે તેમણે ગિરનાર તીર્થમાં તપ કરી અંબિકાદેવી પાસેથી ભગવાન સીમંધરસ્વામીએ ઉપદેશેલ સુરિસંવ મેળવ્ય વગેરે. (ગાથા ૧ થી ૧૨ તથા જુઓ: પૃ.૪૪)
આથી નક્કી છે કે–આ. હરિભદ્રસૂરિ અને આ. માનદેવસૂરિ સમકાલીન આચાર્યો છે અને વિ. સં. ૧૮રમાં થયા છે.
(૭) ગુર્નાવલી તથા પટ્ટાવલીઓમાં આ. હરિભદ્રસૂરિ અને આ. માનદેવસૂરિને સમકાલીન આચાર્ય બતાવ્યા છે.
આ. હરિભદ્રસૂરિના સમયનિર્ણય માટે બીજ એ મત છે કે તેઓ વિ. સં. ૭૮૫ લગભગમાં સ્વર્ગે ગયા છે પરંતુ તેના વિરુદ્ધમાં ઉપરના પાઠે મળે છે, તે અંગે એ ખુલાસો કરવામાં આવે છે કે – ઉપર દર્શાવેલ પાઠે આ. હારિલ કે જેમનાં બીજી નામે આ. હરિગુપ્ત અને આ. હરિભદ્ર છે અને જે વીર સં. ૧૦૫૫માં સ્વર્ગે ગયા છે, (જુઓ: પૃ. ૪૪૭) તેમની જીવનધટના સાથે સંબંધ રાખનારા છે. એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org