________________
એકત્રીશમું ] આ યશોદેવસૂરિ
૪૭૯ મુકરર દિવસે રાજસભામાં સામસામે આવી ઊભા. આ શાસ્ત્રાર્થમાં બૌદ્ધાચાર્ય તરફથી એવી શરત હતી કે –“જે હારે તે તપેલી તેલની કઢાઈમાં પડી મરણ પામે.”
શાસ્ત્રાર્થ ચાલે. તેમાં બૌદ્ધાચાર્ય હાર્યો એટલે તેલની કઢાઈમાં પડી મરણ પામ્યા. ત્યાર પછી બીજા પાંચ છ બૌદ્ધો શાસ્ત્રાર્થ કરવા આવ્યા અને એ જ રીતે હારી મરણ પામ્યા. આ ઘટનાથી બૌદ્ધોમાં મેટ ખળભળાટ મચ્ચે, અને હંસ - પરમહંસ ઉપર કેર વર્તાવ્યું હતું તેનું આ કડવું ફળ છે એમ જાણ્યું એટલે મૌન બની તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
અહીં કેટલાએક આચાર્યો એમ માને છે કે–આ. હરિભદ્રસૂરિએ મંત્રના મળે બૌદ્ધોને ખેંચી લાવી કઢાઈમાં હેમ્યા હતા.
આ તરફ આ. જિનભટે આ ઘટનાની જાણ થતાં આ. હરિભદ્રને શાંત કરવા માટે તેમની પાસે બે શિષ્યોને સમાદિત્યના વૃત્તાંતની ૩ ગાથાઓ આપી મેકલ્યા, આ હરિભદ્રસૂરિ પણ તેને વાંચી વિચારતાં પરમ શાંતભાવને પામ્યા. ગુરુએ મને જગાડ્યો છે એમ સમજી વિહાર કરી ચિત્તોડમાં ગુરુ પાસે આવી પહોંચ્યા, અને વિરતિપણામાં ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થયા. પરંતુ તે શિષ્યવિરહને ભૂલી શકતા ન હતા.
એક વાર અંબિકાદેવીએ આવી આચાર્યશ્રીને મીઠાં વચનોથી વિનતિ કરી કે, રિવર! તમે મહાન ત્યાગી છે. તમેને વિરહ શાને હેય? તમે સમર્થ જ્ઞાની છે, કર્મ સ્વરૂપના જાણનાર છે, તમને મારું તારું શાને હોય ? - હંસ પરમહંસ તે ગયા પરંતુ અંતરાયના કારણે તમને બીજે શિષ્ય પરિવાર થવાનું નથી. તે કૃપા કરીને ગુરુની સેવા કરે અને શાસ્ત્રો બનાવે કે જે વડે જીવનું કલ્યાણ થાય. - આ. હરિભદ્રસૂરિએ અંબિકાદેવીની વિનતિથી શેક મૂકીને ૧૪૦૦ ગ્રંથની રચના કરી.
એવામાં કાર્યાસિક નામને વ્યાપારી ત્યાં આવ્યું, તે નિધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org