________________
४७८ જૈન પરંપરને ઈતિહાસ
પ્રકરણ નીકળી ગયા, અને ચિતડ તરફ ચાલવા લાગ્યા. બૌદ્ધો હથિયાર લઈ તેમની પાછળ પડ્યા, તેઓએ હંસને રસ્તામાં જ મારી નાખે, અને પરમહંસ સૂરપાળ રાજાને શરણે પહોંચી ગયા હતા. તેને પકડવા આગળ પ્રયાણ લંબાવ્યું. તેઓએ સુરપાળને પિતાને શત્રુ સંપી દેવા વિનતિ કરી. પરંતુ ન્યાયપ્રિય સુરપાળે બૌધ્ધને સાફસાફ સંભબાવી દીધું કે–સાચે ક્ષત્રિય પ્રાણાતે પણ શરણાગતનું રક્ષણ કરે છે એટલે તમારી ઇચ્છા બર આવે તેમ નથી. હા, તમે તેની સાથે શાસ્ત્રાર્થ કરે, તેને હરાવે અને પછી ઉચિત કરે, એમાં મને વાંધો નથી. બીજે દિવસે જ રાજા સુરપાળની સભામાં બૌદ્ધાચાર્ય અને પરમહંસને શાસ્ત્રાર્થ થયે તેમાં બૌદ્ધો હાર્યા. પરમહંસ રાજાના ઈશારાથી તક જોઈને ત્યાંથી નાસી છૂટ્યા અને પકડવાને ફરી વાર પાછળ પડેલા બૌદ્ધ સુભટોથી પિતાને બચાવી ચિત્તોડ પહોંચી ગયા.
પરમહંસે આ. હરિભદ્રસૂરિ પાસે જઈ પ્રથમ હંસે તથા પિતે ગુરુ આજ્ઞા લેપી છે તેની ફરીફરીવાર માફી માગી પછી પિતાની ઉપર જે વીત્યું તે કહી સંભળાવ્યું અને એ કહેતાં કહેતાં તે ત્યાં મૃત્યુ પામ્યા.
આચાર્યશ્રીએ તેમને અવિનય માટે માફી આપી, તેઓની ધર્મધગશ માટે ખૂબ પ્રશંસા કરી અને તેઓને અવસાન માટે ખૂબ શેક કર્યો. તેમણે વિચાર્યું કે–મેં બૌદ્ધોને ઘણીવાર હરાવ્યા છે. તેઓએ મારા શિષ્યને મારી નાખ્યા તેને બદલે ન લઉં ત્યાં સુધી મારા મનમાં ખટકે રહેવાને અને એ ખટકે રાખીને મરીશ તે મારી સદ્ગતિ નહીં થાય, તે એ ખટકાને દૂર કરવા માટે મારે ઉચિત બદલે લે જ જોઈએ. તેઓશ્રી આ પ્રમાણે વિચારી ગુરુની આજ્ઞા લઈ ચિત્તોડથી વિહાર કરી સુરપાળના નગરમાં પધાર્યા. અને સુરપાળની સભામાં જઈ તેના શરણાગતરક્ષા ગુણની પ્રશંસા કરી બેલ્યા: ‘તું અમારે અને બૌદ્ધોને શાસ્ત્રાર્થ થાય તે પ્રબંધ કરી દે.”
રાજાએ યુક્તિ કરી બૌદ્ધનગરથી બૌદ્ધાચાર્યને બોલાવ્યા. શાસ્ત્રાર્થનું નક્કી કર્યું અને આ. હરિભદ્રસૂરિ તથા બૌદ્ધાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org