________________
સત્તાવીસમું] આઠ માનદેવસૂરિ (બીજા)
૪૫૧ શ્રી. જિનવિજયજી કુવલયમાલા પ્રશસ્તિ ગા. ૧રના રીઢાવિ૮ણો વિશેષણને લેષરૂપે માની આ આચાર્ય અને ટીકાકાર આ. શ્રીશીલાંકને એક માને છે. પ્રસિદ્ધ ટીકાકાર આ. શીલાંકસૂરિનું બીજું નામ તત્ત્વાદિત્ય છે અને તેમને સત્તા સમય ગુપ્ત સં. ૭૭૨ છે. ત્યાં ગુમસંવતથી શકસંવત લેવાય છે. એ રીતે પ્રસિદ્ધ ટીકાકાર આ. શીલાંકસૂરિ આ આઠ તત્ત્વાચાર્યથી ભિન્ન છે, એમ નક્કી થાય છે. આ સિવાય વનરાજ ચાવડાના ગુરુ નાગેન્દ્રગચ્છના આ. શ્રીશીલગુણસૂરિને સત્તાસમય પણ વિકમની આઠમી સદી જ છે, એ પણ ભૂલવા જેવું નથી.
૭. દક્ષિણચિહ્ન આ ઉદ્યોતનસૂરિ –તેઓ આ. તત્ત્વાચાર્યના શિષ્ય છે, તેઓ ગૃહસ્થીપણે ત્રણે કર્મમાં પ્રવીણ મહાદુવાર (મડાર કે મહુવા)ને ક્ષત્રિય રાજા ઉદ્યોતનના પૌત્ર અને રાજા વટેશ્વરના પુત્ર હતા. શરીરના જમણ ભાગમાં સાથિયાનું નિશાન હોવાથી તેઓ દક્ષિણચિહ્ન કે દક્ષિણક તરીકે પણ વિખ્યાત થયા હતા. તેમને પદ્માવતીદેવી પ્રસન્ન હતાં, તેમણે આ. શ્રીવીરભદ્રસૂરિ કે જેમના ઉપદેશથી જાલેરમાં ભ૦ નષભદેવનું અષ્ટાપદ જેવું વિશાળ મંદિર બંધાયું હતું, તેમની પાસે શાસ્ત્રનું અને પ્રખર શાસ્ત્રનિર્માતા આ. શ્રી. હરિભદ્ર પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું અને જાલેરના ભ. શ્રીકાષભદેવના ચિત્યમાં રહીને મહાબળવાન શ્રીવત્સ રાજાના સમયમાં શક સં. ૭૦૦ (વિ. સં ૮૩૫)માં એક દિવસ બાકી હતું ત્યારે પ્રથમ ચત્ર વદિ ૧૪ના દિવસે ત્રીજા પહેરે પદ્માવતીદેવીની પ્રેરણાથી પ્રાકૃત “કુવલયમાલાકથા” રચીને સમાપ્ત કરી છે, જેની પ્રશસ્તિમાં પિતે આ. હરિગુણસૂરિથી પિતા સુધીની પટ્ટાવલી આપી છે. આ. રત્નપ્રભસૂરિએ આ કુવલયમાલાના આધારે “લઘુ કુવલયમાળા” બનાવી છે. - આ. ઉદ્યોતનસૂરિએ કુવલયમાળામાં પહેલાના જેન, અજૈન કવિઓનું સ્મરણ કર્યું છે. જૈન કવિઓમાં આ. પાદલિપ્ત, આ. વિમલાંક (વિમલસૂરિ), દિગમ્બર આ. રવિષેણ, આ. દેવગુણ, આ. ભવવિરહનાં નામે આપ્યાં છે. કથાનું નિરૂપણ ભાવવાહી છે. ભાષા ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org