________________
૪૫૦ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ કુલે પૈકીના બીજા ચંદ્રકુલનાં નામાંતરરૂપ વનવાસકુલનું અથવા વટેશ્વરગચ્છનું સૂચન હશે, અસ્તુ. ચારણગણનું સાતમું કુલ “કૃષ્ણસહ” છે એ પણ એક સૂચક વસ્તુ છે.
આ ભિન્ન ભિન્ન ઉલ્લેખમાંથી આપણને ત્રણ વસ્તુઓ મળે છે. ૧. તેઓ ગુરુપરંપરાએ ચારણગણી વજનાગરી શાખાના હતા.
૨. તેઓ વાચપરંપરાએ આ૦ દેવવાચકની પરંપરાના હતા. કેમકે આ હરિગુપ્તસૂરિ તેમના મૃતશિષ્ય હતા અને વીર સં. ૯૮૦ને શ્રમણ સંઘ જ્ઞાનપરંપરાએ તે પૂજ્ય દેવવાચકની પરંપરામાં જ છે, એટલે એ વાત પણ બરાબર છે. "
૩. તેઓ કુલવ્યવસ્થાના હિસાબે ચંદ્રકુળના હતા. કેમકે આ. વાસેન, આવ યક્ષદેવસૂરિએ મુનિસમેલન મેળવી વીર સં. ૬૦૬માં ચાર કુલની સ્થાપના કરી હતી અને દરેકે દરેક મુનિઓને આ ચાર કુલેમાં વહેંચી નાખ્યાં હતાં, ત્યારે ચારણગણને સમાવેશ ચંદ્રકુલમાં થયે હેય એ સ્વાભાવિક છે. તેનું વિટપકુલ પણ વનવાસીગચ્છ અથવા વટેશ્વરગચ્છનું સૂચક લાગે છે.
આ રીતે સમન્વય કરીએ તે જુદા જુદા ભાસતા આ ત્રણે આચાર્યો એક જ છે એમ માનવામાં હરક્ત નથી. તે પરંપરાના આચાર્યોનું વિહારક્ષેત્ર, સંવતવારી, જ્ઞાનબળ અને કાર્યક્ષમતા વગેરે પણ ઉક્ત વાતને ટેકે આપે છે. અમે અહીં તે જ સમન્વયના આધારે “કુવલયમાલા” અને “ધર્મોપદેશમાલાના, આ૦ વટેશ્વસૂરિને એક માન્યા છે અને એ રીતે જ ઇતિહાસ આલેખન કર્યું છે. આ. વટેશ્વરસૂરિથી થારાપદ્રગછ નીકળે છે. *
૬. આ૦ તવાચાર્ય –આ આચાર્ય યથાર્થ નામવાળા, તપસ્તેજથી દીપતા સૂર્ય જેવા, દુષમકાળના મહાન પ્રભાવક, શીલ લક્ષણવાલા, સ્થિરચિત્ત, પંચાચારની શુદ્ધિથી વિખ્યાત થયેલા અને જિનપ્રવચનના પ્રભાવક હતા.
* સં. ૧૦૮૪ને ભગવાન આદીશ્વરના પરિકરને લેખ. જેન સત્ય પ્રકાશ ક્ર. ૭૫; તથા જુઓ પ્રકરણ ૩૧મું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org