SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રકરણ સત્તાવીસમું આ૦ માનદેવસૂરિ (બીજા) આ સમુદ્રસૂરિની પાટે આ૦ માનદેવસૂરિ થયા છે, જેને સત્તાસમય વીર સં. ૧૦૦૦ છે. આ૦ મુનિસુંદરસૂરિ તેમને પરિચય આપે છે કે – अभूद् गुरुः श्रीहरिभद्रमित्रं, श्रीमानदेवः पुनरेव सूरिः । यो मान्यतो विस्मृतसूरिमन्त्रं, लेभेऽम्बिकाऽऽस्यात् तपसोजयन्ते ॥ (ગુર્નાવલી : કલેક ૪૦) આ૦ માનદેવસૂરિ આ૦ શ્રીહરિભદ્રસૂરિના પરમ મિત્ર હતા. તેઓ માંદગીના કારણે સૂરિમંત્રને ભૂલી ગયા હતા, એટલે તેમણે ગિરનાર તીર્થમાં જઈ ઉપવાસ કરી અંબિકાદેવી મારફત સૂરિમંત્ર મેળવ્યું હતું. આ હરિભદ્રસૂરિ સાથેની તેમની મૈત્રી માટેથી દંતકથા નીચે પ્રમાણે છે. આ હરિભદ્રસૂરિ બહુ જ મધુર ભાષી હતા, એટલે કે તેમના પ્રત્યે ઘણું જ રાગ હતો. આ૦ માનદેવસૂરિ તેમનાથી નાના હતા. તેઓ આ૦ હરિભદ્રસૂરિને દંભી તથા મીઠાબેલા માનતા હતા અને તેમના નામ પર સૂગ ખાતા હતા. એકવાર તેઓ એક નગરમાં પધારવાના હતા, આ હરિભદ્રસૂરિ ત્યાં બિરાજમાન હતા જે પિતાના શિષ્યને લઈ આ૦ માનદેવસૂરિની સામે આવ્યા. આ૦ માનદેવસૂરિ તે તેમને ઓળખતા જ ન હતા. એટલે તેમને આવતાંવાર જ સંભળાવ્યું કે, “પેલે ધૂર્ત તમારે ત્યાં જ છે ના? તેણે લેકેને કેવા ભેળવ્યા છે?” આ હરિભદ્રસૂરિએ ઘણી જ શાંતિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy