________________
. છવ્વીસમું ]
આ સમુદ્રસૂરિ પૂર્વધરના કાળમાં ધરસેન, વીરસેન અને વસેન એ છેલ્લા જૈન રાજાઓ છે. ત્યાર પછીના વલભીવંશના ૭ શિલાદિત્યે તથા બીજા રાજાઓમાં પણ ઘણું જૈનધમી હતા. (ગુજરાતના ઐતિહાસિક લેખે, કલ્પસૂત્ર સુબેધિકા,
જેન સત્ય પ્રકાશ : ક્રમાંક : ૩૭, ૩૮)
નાગ હદ તીર્થ:
મેવાડમાં એકલિંગજી પાસે નાગની આકૃતિવાળો નાગ હદ છે, જે હાલ નાગદા તરીકે ઓળખાય છે. આ સ્થાન એકવાર મેવાડની રાજધાની તરીકે પણ વિખ્યાત હતું.
અહીં મૌર્યસમ્રાટ સંપ્રતિએ મંદિર વાનાવી ભવ પાર્થ નાથની પ્રતિષ્ઠા કરી હતી. આ નરસિંહસૂરિના ઉપદેશથી પહેલા ખુમાણરાજ અને તેના વંશજો જેન બન્યા એટલે ત્યારથી આ સ્થાન વિશેષ ખ્યાતિવાળું બન્યું હતું. શ્વેતાંબર કે દિગંબર, જૈન કે અજેના દરેક તેની યાત્રાએ આવતા હતા. દિગંબરેએ તેને હાથ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ આ સમુદ્રસૂરિએ દિગંબરેને જીતી લઈ એ તીર્થનું રક્ષણ કર્યું હતું
આ૦ શ્રી મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્ર દ્વારા નાગહદ પાર્શ્વનાથની સ્તુતિ કરેલ છે, માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં ભગવાન નેમનાથનું અને નવલખા સારંગશાહે સં. ૧૪૪ ના મહા સુ. ૧૧ દિને ભ૦ શાંતિનાથનું મંદિર બનાવેલ છે.
આજે ભવ પાર્શ્વનાથ તથા ભ૦ નેમિનાથનાં મંદિરે નથી, તેના ટેકરાઓ છે. પાસે જ ભ૦ શાંતિનાથનું મંદિર વિદ્યમાન છે, જેમાં ભ૦ શાંતિનાથની ૯ ફુટ ઊંચી અભુત પ્રતિમા બિરાજમાન છે, જેનું બીજું નામ અદબદજી છે.
(પટ્ટાવલી સમુચ્ચય, જેન સત્ય પ્રકાશ-ક ૯, ૩૭, ૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org