________________
છવ્વીસમું]. આ સમુદ્રસૂરિ
૪૪૧ તેણે યુગપ્રધાન આ. કાલસૂરિને યજ્ઞનું ફળ પૂછ્યું અને પછી પિતાનું મરણ પૂછયું. આચાર્યશ્રીએ તેને સાફસાફ ખુલાસે કહી સંભળાવ્યું. તેને મૃત્યુ માટે જે દિવસ આયે તે જ દિવસે તે મૃત્યુ પામે. આ ભવિષ્યવાણી સાચી પડવાથી આચાર્યશ્રીને પ્રભાવ તે સમયના જિતારિ વગેરે ઘણા રાજાઓ ઉપર પડ્યો. આ ઘટના વીર સં. ૫૦ લગભગમાં બની હશે. રાજપુરુએ દત્તને મારી જિતારીને રાજા બનાવ્યો અને ત્યારપછી તુરમણી નગરી તરમાણુના હાથમાં ગયું. ત્યાં તુરમણીનું અસલ નામ પવઈયા નગરી છે. તેરમાણે ત્યાં ગાદી સ્થાપ્યા પછી તેનું બીજું નામ તરમાણ પડ્યું હશે અને એ જ કારણે દત્તના ઈતિહાસમાં એ નામ લખાયું હશે એમ લાગે છે.
હૃણસમ્રાટ તેરમાણે ગુપ્ત રાજ્યના સિંહાસનને હચમચાવ્યું. તે વિ. સં. ૧૫૭ સુધીમાં ઉત્તરાપથને સમ્રાટુ બની ચૂક્યો હતો, તેણે ઉત્તરાપથમાં ચીનાબને કિનારે પવઈયા નગરીમાં પિતાની રાજધાની સ્થાપી. તેના પ્રતાપી પુત્ર મિહિરકુલે શિયાલકેટને પોતાની
* પવઈયા નગરી આજે નથી. વિદ્વાનો માને છે કે આજે જ્યાં સિયાલકોટ, જમ્મુ, કંગ, પટ્ટી, ચાચર કે હરપ્પા છે, ત્યાં તે નગરી હતી.
બૌદ્ધ ગ્રંથોમાં મુલતાનથી ઈશાનમાં ૭૦૦ લી (આશરે ૧૧૭ માઈલ) દૂર પāઈવ બતાવી છે. આ હિસાબે મેટગોમરી જિલ્લાનું રાવી નદીના પૂર્વ કિનારે અક્ષાંશ-૩૧, રેખાંશ ૭૩-૨૫ સ્થાને રહેલ હરીપા એ જ પવઈયા છે ત્યાંની પોદાઈમાંથી ઘણું પ્રાચીન અવશેષો મળ્યા છે.
પવૂઈયા, પાર્વતિકા, પાર્વતી અને હરપા (હરાત્મા હરપત્ની) એ એક જ અર્થને સૂચવે છે. એટલે હરપા એ જ પર્વતિકા હેવાને વધુ સંભવ છે,
કોઈ સ્થાને પડ્યુઈને તક્ષશિલાના એક ભાગ તરીકે વર્ણવી છે.
ઈ. સ. ૧૨૧૬ના ચચનામામાં સૂચન છે કે–તલવાડા, ચચપુર યાને ચાચર એ જ પત્રુઈયા છે.
(ભારતીય વિદ્યા, ક. ૫.) વીતભયનગરને ટીલે જે આજે અક્ષાંશ ૨૭-૧૫, રેખાંશ ૬૮-- ૧૫ના સ્થાને મેહન–જો–ડેરે (મરેલાઓની ટેકરીઓ) તરીકે પ્રસિદ્ધ છે; ત્યાંથી ભગવાન પાર્શ્વનાથની ધાતુપટ્ટ ઉપર બનાવેલ ઘણુ પુરાણી મૂર્તિ મળી છે.
(જેન સત્યપ્રકાશ, ક્ર. ૧૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org