________________
૪૪૦
જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ હૃણનો એક કાફલે ફારસથી તિબેટ રસ્તે ભારતમાં આવ્યું. તેમણે પ્રથમ સમ્રાટ કુમારગુપ્તના સમયમાં ઈ. સ ૪૦૦ લગભગમાં કંદહાર લૂટયું. હૂણે ઇ. સ. ૪૫૦ લગભગમાં ભારતમાં આવ્યા, પરંતુ ઈ. સ. ૪૫૫માં સમ્રાટ સ્કંદગુપ્ત તેને સબળ સામનો કર્યો એટલે તેઓ આગળ વધી શકયા નહીં. અંતે હૂણ સમ્રાટ તેરમાણે કંદહાર, સૌરાષ્ટ્ર, આનર્ત, મત્સ્ય અને મધ્ય પ્રદેશ જીતી ઈ. સ. ૪૮૪ (વિ. સં. ૫૪૧) માં એરન જીત્યું, પછી બુદેલખંડ તથા માળવે જીતી લીધા. તે ઈ. સ. ૫૦૦ લગભગમાં તે સમસ્ત ઉત્તર ભારતને સમ્રાટ બની ચૂક્યું હતું. તે ઈ. સ. ૫૦૨ માં મરણ પામે. તેની ગાદીએ મિહિરલ બેઠે. તે બહુ બહાદૂર હતો, તેણે કાશ્મીર જીત્યું, ઈ. સ. ૧૭ લગભગમાં સિંધ અને તેની આસપાસને પ્રદેશ જીતી લીધું. અંતે ગુપ્તસમ્રાટ બાલાદિત્ય, માલવરાજ યશોધર્મા, વલભીપતિ પ્રવસેન, કનોજને આદિત્યવર્મા અને સ્થાનેશ્વરને નરવર્મા વગેરેએ એકસંપ કરી તેને સામને કર્યો. તેને ઈ. સ. પરમાં મંદિર પાસે સખત હાર આપી, ભારત બહાર ચાલ્યા જવાની ફરજ પાડી. આ હૂણે પરના વિજયની યાદીમાં મંદિરમાં બે વિજયસ્તંભો પાયા છે અને તેમાં બ્રાહ્મીલિપિમાં વિજયપ્રશસ્તિ કરી છે, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. મિહિરકુલ ઈ. સ. ૫૪૦ (વિ. સં. ૧૯૭) માં મરણ પામ્ય, અને હૂણેની સત્તાને ઓટ આવ્યા. હૂણેની રાજસત્તા ઈ. સ. પ૬પમાં ઉત્તર ભારતમાંથી, ઈ. સ. ૫૮૦માં દક્ષિણ ભારતમાંથી અને ઈ. સ. ૬૪૮માં મધ્ય ભારતમાંથી સદાને માટે નાશ પામી છે. સ્થાણેશ્વરના હર્ષવર્ધને ઈ. સ. ૬૪૮માં હૂણત્તાને છેલ્લે નાશ કર્યો હતો. પછી તે હણે પણ ભારતની બીજી જાતિઓમાં ભળી ગયા એટલે આજે હૂણ એ શબ્દો માત્ર ઈતિહાસમાં જીવતા રહ્યા છે.
(ભારતવર્ષ, ભાગ ૪૮, અંક ૧, ક. ૨૮૩)
તુરમણ નગરીમાં આ૦ કાલકને ભાણેજ દત્ત રાજા થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org