SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આ પ્રમાણે જિનાગમ સાહિત્ય આશરે સાત લાખ લેક પ્રમાણ મળે છે જેમાં પરમશાંતિ પામવાના માર્ગો ઉપદેશ્યા છે. લેક પ્રકાશ–દરેક મનુષ્ય સંપૂર્ણ આગમસાહિત્યને ભણે અને સર્વતોમુખી જિનતત્ત્વને પ્રાપ્ત કરે તે સંભવિત નથી. આવા જીના ઉપકાર માટે મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે સંસ્કૃતમાં “લેકપ્રકાશ” ગ્રંથ બનાવ્યું છે, જે ગુજરાતી ભાષાંતર સાથે છપાઈ ગયે છે. મહોપાધ્યાયજી મહારાજે ઉપલબ્ધ આગમમાં પ્રતિપાદિત દરેકે દરેક વિષયને આમાં વ્યવસ્થિત રીતે દાખલ કર્યો છે. આપણે આ ગ્રંથને “જૈન-એનસાઈકપિડિઆ” કહીએ તે ચાલે. એકંદરે આમાં જેનદર્શનની પ્રત્યેક વસ્તુઓનું મૌલિક વર્ણન છે. જિનાગમવાણુની પ્રશંસા सवप्पवायमूलं, दुवालसंग जओ समक्खायं । रयणागरतुलं खलु, तो सव्वं सुंदरं तम्मि॥ (ા દરમરિક્ષા-૩રાપર ) अकृत्रिमस्यादुपदां, परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां, जैनी वाचमुपास्महे ॥ (क० स० आ० हेमवंद्रसूरिकृत-काव्यानुशासनम् ) सा जीयाज्जैनी गौः, सर्मोऽलंकृतिनवरसाढ्या । विपदान्वितयापि यया, भुवनत्रयगोचरोऽव्यापि ॥ (આ કવિત-ધવિધિવૃત્તિ) આ જિનવાણુ સદા જગતનું કલ્યાણ કરે. કલ્પસત્રનું વાચન : આ. ભૂતદિન્નસૂરિ સમર્થ વાચનાચાર્ય હતા. તેઓ વીર સં. ૯૦૪ થી ૯૮૩ સુધી યુગપ્રધાનપદે હતા. તેમની પછી આ. કાલિકસૂરિ અને ત્યારબાદ આ. સત્યમિત્ર યુગપ્રધાન થયા છે. આ કાલિકસૂરિ તે ચેથા કાલિકાચાર્ય છે, તેઓ વીર સં. ૯૮૩ થી ૯૯૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેઓ વિહાર કરતા કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy