SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર બીસુધમસ્વામી ૧૮. આ કકસૂરિ (ત્રીજા) ૧૯. આ દેવગુપ્તસૂરિ (ત્રીજા)-આ સમયે કારંટાગચ્છમાં ઉ૦ દેવચંદ્રજી થયા. ૨૦. આ સિદ્ધસૂરિ (ત્રીજા)–તેઓએ પોતાના શિષ્યને માત્ર “યક્ષમહત્તર” પદ આપ્યું હતું. કેઈને આચાર્ય બનાવ્યા ન હતા. અને તેઓ કાળધર્મ પામ્યા. ૨૧. આ રત્નપ્રભસૂરિ (થા) ૨૨. આવ યક્ષદેવસૂરિ–તેઓ ખટ્ટફૂપમાં રહેતા હતા અને મહત્ત હોવા છતાં ગચછનો ભાર વહન કરતા હતા. તેમણે મથુરાના પંડિત અને આ૦ સમન્તભદ્રના સંતાનીય નાના વિને સૂરિપદ આપી કરંટક ગચ્છના નન્નાચાર્ય બનાવ્યા. નન્નાચાર્ય ઘણાને દીક્ષા આપીને તરત કાળ કરી ગયા, તેથી તેમના એક શિષ્ય કૃષ્ણ ત્રાષિએ ખટ્ટફૂપમાં યક્ષ મહત્તર પાસે આવી ફરી ઉપસંપદા લીધી અને તે સૂરિજીની પાટે આવ્યા. (ઉપકેશગછપ્રબંધક ૨૦૬-૨૧૨) ૨૩. આ કસૂરિકૃષ્ણષિ એ જ આ કકસૂરિ છે. તેમણે ચકેશ્વરી દેવીના વચનથી ચિતડ જઈ એકને દીક્ષા આપી ભણાવ્યા અને આ દેવગુપ્તના નામથી પિતાની પાટે સ્થાપ્યા અને નાગારમાં તેમને બહુ સન્માનપૂર્વક પ્રવેશ કરાવી તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી. પછી ગિરનારની યાત્રા કરી ત્યાંથી મથુરામાં જઈ પારણું કર્યું. તેમણે એકવાર દેવગુપ્તસૂરિને જણાવ્યું કે, આ સિદ્ધસૂરિ પછી ઉપકેશગચ્છ શાણું વર્ષ સુધી ગુરૂશૂન્ય રહ્યો છે. તેથી જ બીજા આચાર્યોની ઈચ્છા પ્રમાણે મેં તમને સૂરિપદે સ્થાપ્યા છે, પરંતુ ખરી રીતે તે એ જરૂરી છે કે ગરછ માટે અનુગધરસૂરિ નીમ જોઈએ, તો તમે આ વાતનું ધ્યાન રાખશે. (ઉપ૦ ૦ ૨૧૨-૨૧૬) આ કૃષ્ણઋષિ અને કૃષ્ણપિંગછના આવાચાર્ય કૃષ્ણષિ એ બંનેના જીવનમાં કેટલેક અંશે સામ્યતા મળે છે. એટલે આ આ૦ કસૂરિ અને આ૦ કૃષ્ણર્ષિનું ચરિત્ર ભેળસેળ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy