________________
૩૮૬ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ છે. ત્રીજા શિલાદિત્ય પછીનાં વલભી રાજાઓનાં દરેક તામ્રપત્રોમાં ત્રીજાથી સાતમા સુધીના દરેકે દરેક શિલાદિત્યને વદgણાનુસાર વિશેષણ આપ્યું છે, જે બાપા રાઉલ પ્રત્યે ભક્તિ બતાવનાર હોય એમ લાગે છે.
૨. ગુહિલવંશ—ટેડ રાજસ્થાનમાં ઉલ્લેખ છે કે વલભી ભાંગ્યું એટલે શિલાદિત્યને પુત્ર ગુહિલ ઈડર જઈ પહેર્યો અને તેણે ત્યાં પિતાનું રાજ્ય સ્થાપ્યું. તેના પછી અનુક્રમે ભેજ, મહેન્દ્ર, નાગાદિત્ય, શીલ, અપરાજિત, મહેંદ્ર અને બાપ્પા રાઉલ થયા છે. આ વંશનાં ગિહલેત, ગેલેટ, ગુહિલ, ગોહિલ વગેરે નામે તથા ભેદે છે. ઈડરના ભીલેએ નાગાદિત્ય કે મહેંદ્રને મારી નાખી તેના કુટુંબને નસાડી મૂક્યું. બાપ્પા રાઉલે ચિત્તોડનું રાજ્ય કબજે કરી ત્યાં પિતાની ગાદી સ્થાપી. તેની પરંપરામાં શીસેટિઆ થયા છે.
ગુહિલનાં ગુહિલગુહસેનગુહદત્ત, હાદિત્ય વગેરે અનેકનામ છે. - આ વંશના રાજાઓમાં સ્પષ્ટરૂપે તે માત્ર ગુહસેન અને બાપ્પાનાં નામે મળે છે, કિંતુ તેના સમય માટે કંઈ વ્યવસ્થિત ઉલ્લેખ મળતું નથી. જે ઉલ્લેખ મળે છે, તેના આધારે એટલું જ કહી શકાય કે – ગુહસેન અને બાપા ગુપ્ત સં. ૬૦ થી ૨૦૦ માં થયા છે.
૩. શીસેદિઆવંશ—તેઓ શીસોદા કે એવા ગામથી ચિતેડની ગાદીએ આવ્યા માટે શદિઆ કહેવાયા, એવી વિદ્યાવાવ), વટપદ્રની દક્ષિણે આદિત્યદેવ પાદીયવાપી (દડવાની રત્નદેવીની વાવરાંદલ વાવ, જે દુદાવિહારના તાબામાં જતાં દદવાપી તરીકે પણ ઓળખાતી હશે.) ટે. નં. ૬. દડવાની વાવમાં પહેલાં સૂર્યની સ્થાપના હશે પછી સૂર્યની . પત્ની રત્નદેવી યાને રદેલની સ્થાપના થઈ હશે, જે સ્થાન આજે રાંદલની વાવ તરીકે ઓળખાય છે.
ત્યાં પહેલાં આસપાસમાં નાની કેનાં ઝુપડાં હશે, ગ્રામ ન હતું. વહીવંચાના ઈતિહાસથી સમજી શકાય છે કે રાણપુરનો રાજવંશ મુસલમાન બન્યા ત્યારે ત્યાંને નગરશેઠ કુટુંબ સાથે અહીં આવી વસ્યો, તેણે દડવાને જમાવ્યું. તેના વંશજો આજે અહીં શેઠ (રાણપુરા શેડ) તરીકે પ્રસિદ્ધ છે. પછી ચભાડિયા ગામથી વ્યાપારીઓ આવ્યા જે ચભાડિયા કહેવાય છે. એમ રજપૂત, કણબી અને વસવાયા પણ આવી વસ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org