________________
૩૮૦ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ - બીજા મહૂવાદી આ સૂરિ, આ જિનયશ અને આ યક્ષ તે વિક્રમની દશમી સદીના આચાર્યો છે. બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિએ “ન્યાયબિંદુ ગ્રંથ બનાવ્યું છે. તેની ઉપર બૌદ્ધાચાર્ય લઘુ ધર્મોત્તરે વિ. સં. ૯૦૦ આસપાસમાં ટીકા કરી છે અને તેની ઉપર બીજા આઠ મલ્વવાદીએ “ધર્મોત્તર ટીપ્પન બનાવ્યું છે. આ જિનયરો “પ્રમાણશાસ્ત્ર” તથા “વિશ્રાંત વિદ્યાધર વ્યાકરણ પર ન્યાસ બનાવ્યું છે, અને આવ યક્ષે “યક્ષસંહિતા રચી છે. આ જિનયશે પિતાનું પ્રમાણશાસ્ત્ર” આ નન્નસૂરિની આજ્ઞા થવાથી મેવાડના રાણ અલ્લટની સભામાં વાંચી સંભળાવ્યું હતું. તે આચાર્ય શિલાદિત્યના વલભીવંશના ભાણેજ હશે અને તેમની માતાનું નામ દુર્લભદેવી હશે, એમ લાગે છે. (વિ. સં. ૧૦૧૦) , ત્રીજા મહુવાદિસૂરિ–જે વિક્રમની તેરમી સદી લગભગમાં થયા છે. તેઓ નાગેન્દ્રગચ્છના હતા અને થામણુતીર્થ તેમને આધીન હશે. મંત્રી વસ્તુપાલે પણ તેમના ગ્રંથની પ્રશંસા કરી હતી. એમ આ ત્રીજા મલ્યવાદીજીવિકમની તેરમી સદીના આચાર્ય છે.
આ રીતે મદ્યવાદી આચાર્યો ત્રણ થયા છે. તેઓનું જીવનચરિત્ર ઉક્ત પ્રબંધમાં એક જ રૂપે સંકલિત છે.
આ ત્રણેમાં પહેલા મદ્વવાદિસૂરિ મહાન તાર્કિક છે, ન્યાયશાસ્ત્રના સમર્થ પ્રણેતા છે, અજોડ વાદી છે, જેનશાસનના રક્ષાકર મલ્લ છે, અને વિ. સં. ૪૧૪ના દાર્શનિક કાન્તિકાર છે. શરૂશરૂમાં તેમણે જ બૌદ્ધોને ભયંકરરીતે પરાજિત કર્યા છે. બૌદ્ધોએ પણ ત્યારથી જ પીછેહઠનાં પગલાં માંડવાં શરૂ કર્યા છે અને બીજી ચાર સદીઓ જતાં તે તેઓએ સમગ્ર ભારતવર્ષને જ સર્વથા ત્યાગ કર્યો છે. આથી જ એમ કહેવાય છે કે–આમદ્વવાદીજીએ બૌદ્ધોને દેશવટે આપે છે.
આપણે ઉપર વાંચી ગયા છીએ કે, રાજા શિલાદિત્યે બૌદ્ધાચાર્ય નંદને ખરેખર દેશવટો જ આપ્યું હતું કિન્તુ પરમસહિષ્ણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org