SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ વીશમું] ૩૭૮ આ દેવાનંદસરિ બેસતી છે. ઈતિહાસ કહે છે કે તે સમયે વલભીમાં આદ્ય શિલાદિત્યનું, સૌરાષ્ટ્રમાં ક્ષત્રપોનું અને ભરૂચમાં ત્રિકુટનું રાજ્ય હતું. ' આ મદ્વવાદીજી નાગેન્દ્રગચ્છના આચાર્ય છે. તેમનાથી મવાદી ગચ્છ ચાલે છે, જે ગચ્છને ઉલેખ “પ્રભાવશ્ચરિત્રમાં અને દિલ્હીના લાલા હજારીમલ રામચંદજીના ચેયમાં એક ધાતુમૂર્તિ પર મળે છે. પંચાસર, પાટણ, થામણાતીર્થ વગેરે સ્થાનમાં મલવાદી ગછની ગાદીઓ હતી, જેની પરંપરામાં મલવાદી નામના બીજા પણ અનેક સૂરિવર થયા છે. આ આચાર્ય તે દરેકના પૂર્વજ-- પહેલા મલવાદીજી છે. ૧–પત્તેિ ગુરનારને રાજુ સાથે ત્રઢતા मार्गे मालि तमित्रपक्षनवमों सूर्यात्मजे भुञ्जति ॥९॥ . संवत् १०३३ सहका-म्बा-म्रदेवावीन् (ચામુંડરાજનું તામ્રપત્ર) ગુજરાતના યુવરાજ ચામુંડરાય સોલંકીએ વિ. સં. ૧૦૩૩માં વડસમાના જૈન દેરાસરમાં ખેતર દીધાનું તામપત્ર કરી આપ્યું છે, તેમાં વિક્રમસંવતને ગુપ્તસંવત તરીકે ઓળખાવ્યું છે એટલે તે સમયે વિક્રમ સંવત ગુમસંવતના નામે ચડી ગયો હશે એમ લાગે છે. ર–વલભીપુરના રાજ વલ્લભના નામથી વલભીસંવત પ્રચારમાં આવ્યું, જેની શરૂઆત શસંવત ૨૪૧ પછી થઈ હતી. ગુપ્તસંવતના વિષયમાં લેકેનું કહેવું છે કે, ગુપ્ત લેકે દુષ્ટ તેમજ પરાક્રમી હતા અને તેમને નાશ થઈ ગયા પછી પણ લેકે તેમના ચલાવેલા સંવતનો વ્યવહાર કરતા રહ્યા હતા. અનુમાન થાય છે કે, એમાં જ કોઈ વલ્લભ એ નામનો અંતિમ રાજા હશે, કારણ કે વલભીસંવતની માફક ગુપ્તસંવત પણ શંકસંવત ૨૪૧ થી શરૂ થયે હતે. વિક્રમ સંવત ૧૦૮૮, શકસંવત ૯૫૩, અને વલભી તથા ગુપ્તસંવત ૭૧૨ એ બધાં પરસ્પર સમાન વર્ષ થાય છે (અબેરૂનીરચિત “ભારત') પ્રસિદ્ધ આરબ લેખક અબેફનીએ પોતાના સુપ્રસિદ્ધ “ભારત' ઉપરના ગ્રંથમાં ઉપર પ્રમાણે ટૂંકી નોંધ આપી છે, જે અલબેનીના “ચરિત્ર” ગ્રંથના અંગ્રેજી ભાષાંતર ભા. ૨, પૃ. ઇમાં છપાયેલ છે. (ભારતીય વિદ્યા” વૈમાસિક અંક: ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy