SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જૈન પરંપરાને ઈતિહાસ # પ્રકરણ ભરૂચમાંથી જતા રહેવા હુકમ કર્યો. વળી ઉદાર એવા આ૦ મલ્લસૂરિના કહેવાથી તે હુકમ રદ કર્યો અને આચાર્યને “વાદી”નું ગૌરવવંતુ બિરુદ આપ્યું. તે આચાર્ય પણ ત્યારથી “મલ્લવાદિસૂરિ” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ તરફ બુદ્ધને આ દરેક વાતની જાણ થઈ તે પિતાના પરાભવથી દુ:ખી થયા હતા અને ભ્રમિતપણે હૃદય ફૂટી જવાથી મૃત્યુ પામ્યો. આ મલવાદીજીને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ એટલું જ બોલ્યા કે, શું વાદી મરી ગયે? તે કયા હિસાબે પિતાને બુદ્ધિમાન માનતે હતે? તેણે મારી નાની ઉંમરના કારણે મારી અવજ્ઞા કરી, પણ શું તે આવે કાયર હતું? એ પછી આ મહૂવાદિસૂરિએ સંઘદ્વારા નિમંત્રણ મોકલી પિતાના ગુરુ તથા માતા સાધ્વી દુર્લભદેવીને બેલાવી બહુમાનથી ભરૂચમાં પધરાવ્યાં. ગુરુમહારાજે સાધ્વી શ્રીદુર્લભદેવીને કહ્યું કે, ભદ્રે ! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. - આ૦ મદ્વવાદીજીએ ૧. દશહજાર લેકપ્રમાણ નયચક, ૨. ચોવીશ હજાર બ્લેકપ્રમાણ પદ્મચરિત્ર અને ૩. સન્મતિતર્કની ટકા; એ ત્રણ ગ્રંથે બનાવ્યા છે, જે આજે ઉપલબ્ધ નથી. એમ કહેવાય છે કે આ ગ્રંથે વૈરના કારણે બૌદ્ધોના હાથે વિનાશ પામ્યા છે. ગમે તેમ હોય, પણ તે ગ્રંથે આજે મળતા નથી. આ૦ જિનયશે “પ્રમાણુશાસ્ત્ર” તથા “વિશ્રાંતવિદ્યાધરના વ્યાકરણ પર ન્યાસ રચ્યા હતા અને એ પ્રમાણુશાસ્ત્ર એમણે આ નન્નસૂરિની આજ્ઞાથી અલ્લ રાજની સભામાં જાહેર રીતે વાંચી સંભળાવ્યું હતું. આ૦ યક્ષે અષ્ટાંગ નિમિત્તને બતાવનાર “યક્ષસંહિતા બનાવી હતી. આ પ્રભાચંદ્રસૂરિએ “મહૂવાદી પ્રબંધમાં આ ઘટનાને સંવત આપે નથી, કિન્તુ “વિજયસિંહસૂરિ પ્રબંધમાં આ ઘટના સૂચક એક લેક છે. તે આ પ્રમાણે છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy