________________
છે
,
તે
આ
BUR જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ એટલામાં જ શ્રુતદેવીએ અદશ્યપણે તેમના હાથમાંથી તે પુસ્તક 'છીનવી લીધું. મલ્લકુમિને આ પુસ્તક જવાથી ભારે ખેદ થયે, તે રડવા લાગ્યા. માતાએ આવી પૂછયું કે, વત્સ! કેમ રડે છે? મુનિએ બધી હકીકત કહી અને જણાવ્યું કે, મારા હાથથી એ
પુસ્તકરત્ન ચાલ્યું ગયું.” શ્રીસંઘને પણ આની જાણ થતાં પારાવાર દુ:ખ થયું.
૧ - ૨ મુનિવમલ્લને વિચાર આવ્યો કે, મારી ભૂલ થઈ તેથી જ આ પુસ્તક ગયું છે. તે તેને ઉપાય પણ મારે કરે જ જોઈએ. તેમણે બરડાની એક નાનકડી પહાડીની ગુફામાં બેસીને સરસ્વતીની આરાધના શરૂ કરી. તેઓ છઠ્ઠને પારણે છઠું કરતા હતા અને પારણામાં અનાજના ફેતરનું લૂખું ભેજન લેતા હતા. આ ખબર મળતાં શ્રીસંઘે વિચાર્યું કે આવા તેજસ્વી મુનિને દેહ નાશ પામે તે ઠીક નહીં, પછી સંઘે આગ્રહ કરી ચોમાસાના પારણે વિગઈને આહાર લેવરાવ્યો, ખાસ મુનિઓએ ત્યાં જઈ તેવો આહાર લાવી તેમને પારણું કરાવ્યું. - હવે મૃતદેવીએ પણ મલમુનિની પરીક્ષા કરવાનું વિચાર્યું અને તે તથા મુનિવરની વચ્ચે આ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોત્તરે થયા.
દેવી-મીઠું ભોજન કર્યું? મુનિ-વાલ.
' આ વાતચીત આટલેથી જ અટકી પડી. વળી છ મહિના પછી દેવીએ પૂછયું.
દેવીશેની સાથે? મુનિ ગેળ અને ઘીની સાથે. દેવી-હું પ્રસન્ન થઈ છું. ભદ્ર! વર માગ. મુનિ–શ્રુતદેવી! મને તે પુસ્તક આપે.
દેવી–મુનિવર ! સાંભળ. એ પુસ્તક પ્રકાશમાં આવે તે દ્વેષી દેવે ઉપદ્રવ કરે તેને છે. માટે એ પુસ્તકની વાત જવા દે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org