________________
૩૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ ઉત્કીર્ણ સાધનથી પણ તેઓ જેન હવાનું પુરવાર થાય છે. ઉષવદાત જેન હતો, તેના શિલાલેખોમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરેલ છે અને તેણે નાશિક વગેરે સ્થાનમાં ગુફાઓ છેદાવી છે, જે જેનગુફાઓ છે. - આમ આ પશ્ચિમી શપ તે જ કાલકાચા હિંદમાં લાવેલા શકે હતા એમ તો સિદ્ધ થાય છે, પણ આ કાલકાચાર્યવાળી વાત દરાયસના વખતમાં બની હતી અને આ પશ્ચિમી સત્ર મૂળ દરાયસના ક્ષત્ર હતા એમ માનવાને જે કારણો મળે છે તે નોંધીએ.
આવી રીતે ઉપરના હરેડીટસ તેમજ કેમ્બ્રિજ હિસ્ટરીના ઉલ્લેખ એમ સૂચવે છે કે દરાયસના તાબામાં, અર્વાચીન સિબ્ધ ઉપરાંત સિધની દક્ષિણે આવેલા બીજા પ્રદેશો પણ હતા અને આ પ્રદેશો હું ધારું છું કે કાલકવાળા સાહિઓએ જીતેલા પ્રદેશ કચ્છ, કાઠિયાવાડ વગેરે હતા અને કાલુકવાળ સાહિએ જ ગા પણ ઇતિહાસના પશ્ચિમી ક્ષત્ર છે એમ આપણે ઉપર જોયું છે. માટે હું એમ કહું છું કે આ પશ્ચિમી ક્ષત્રપો મૂળ દરાના ક્ષત્રપ હતા..
(પૃ. ૬૧ આવી રીતે દરાયસને તેના હિન્દી મુલકમાંથી જે વાર્ષિક કર મળતો તે ૧૦,૦૦,૦૦૦ પાઉન્ડથી પણ વધુ (એટલે દોઢ કરોડ રૂપિયાથી પણ વધુ) તે ને દરાયસના તાબાના એશિયાના બધા પ્રદેશમાંથી એને મળતા કુલ કરોમાં હિન્દી પ્રદેશનો કર ત્રીજા ભાગનો હતો. (૬૨ )
મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચા પિતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા. તે એટલે સુધી કે શરૂઆતના ક્ષેત્ર તે સ્પષ્ટપણે જૈન ધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે. (૧) ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો. (૨) દામઝદથી કે રુદ્રસિંહ વખતનો એક ગુટક શિલાલેખ મળ્યો છે તેનાં અમુક વચને (વજ્ઞાનતંત્રજ્ઞાન વગેરે ) પરથી મુનિશ્રીવિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે આ ક્ષેત્રોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. (૩) જૈન ગ્રંથમાં આ શકોને જેને જ ગણવામાં આવ્યા છે. દા. ત. કાલકકથામાં આ શકોને
જૈનધર્મ પ્રાવકે” કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મને સ્વીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું એ દેખીતું છે અને કાલકાચા પાડેલા આ આર્ય-હિન્દી સંસ્કારે ચટ્ટનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org