SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સોળમું આ. શ્રીસમન્તભદ્રસૂરિ આ૦ ચંદ્રસૂરિની પાટે આ સમન્તભદ્રસૂરિ થયા, તેમનું જીવનચરિત્ર મળતું નથી. દિગમ્બર સાહિત્યમાં તેમના માટે ૨ “હેઠે મળે છે, જે નીચે પ્રમાણે છે: काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः, पुंडोद्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मृष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशिधरधवलः पाण्डुरङ्गस्तपस्वी, राजन् ! यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥१॥ આ સમન્તભદ્રસૂરિજી દિગંબર મુનિ, તપિંડ બૌભિક્ષુ, પરિવ્રાજક શૈવભિક્ષુ અને તપવી થયા પછી જેનમુનિ બન્યા છે. पूर्व पाटलिपुत्रमध्यनगरे मेरी मया ताडिता, पश्चात् मालव-सिन्धु-ठक्कविषये काञ्चीपुरे वैदिशे । प्राप्तोऽहं करहाटकं बहुभट विद्योत्कटं संकटं, वादार्थी विचराम्यहं नरपते! शार्दूलविक्रीडितम् ॥२॥ આ સમન્તભદ્રસૂરિએ પટણા માળ, સિંધ, ઠક્ક, કાંચી, વિદિશા અને કરાડમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું હતું. આ૦ ઉપરથી એમ અનુમાન થાય છે કે આ સમન્તભદ્રસૂરિ પ્રથમ દિગમ્બર મુનિ બન્યા હતા અને ઘણા કાળ સુધી જુદા જુદા વેષપલટાઓ કરી અને આગ ચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર બન્યા હતા અને તેમની પાટે આ વૃદ્ધદેવસૂરિજી આવ્યા છે. આ આચાર્યું ક્યાં ક્યાં વિહાર કર્યો, તે ઉપરના બીજા લોકથી સમજી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy