________________
૩૦૮
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ રક્ષિતે કહ્યું માતાજી! દષ્ટિવાદનું નામ જ મેં આજે સાંભળ્યું છે. હું તેને ભયે નથી, હવે હું એ વિદ્યા જરૂર ભણશ. - માતા બોલી: વત્સ! અહીં શેરડીના વાઢમાં આવે તે સલીપુત્ર વિરાજે છે, તેઓ તને તે વિદ્યા ભણાવશે. હું તેમની પાસે જજે.
પંડિત રક્ષિત બીજે દિવસે સવારે માતાની રજા લઈ આ૦ તેસલપુત્ર પાસે જવા ચાલે, તે જ વખતે તેને મામે શેરડીના લા સાંઠા લઈ સામે આવતા મળે. ભાણેજે મામાને પ્રણામ કરીને કહ્યું: પધારે, મારાં માતુશ્રી અંદર છે, હું બહાર જાઉં છું. તેણે આ શુકનથી નકકી કર્યું કે મને તો પૂર્વનું જ્ઞાન મળશે. પછી તે હઠુર નામના શ્રાવકની સાથે ઉપાશ્રયમાં ગયે અને તેણે તે શ્રાવકે જેમ કર્યું તેમ બધુંય વિધિવિધાન કર્યું.
આચાર્યશ્રીએ તેને પૂછ્યું કે, વત્સ! તું કોણ છે? આર્ય રક્ષિતે પિતાને ટૂંકો પરિચય આપ્યો અને સાથોસાથ જણાવ્યું કે, મારી માતાએ મને આપની પાસે પૂર્વની વિદ્યા શીખવા મેકલ્યા છે.
સૂરિજી બેલ્યાઃ એ માટે તે તારે મુનિ થવું પડશે.
રક્ષિતે ઉત્તર વાળ્યું કે જેમ થતું હોય એમ કરે, મને દીક્ષા આપ. મારે પૂર્વનું જ્ઞાન ભણવું છે.
આચાર્યશ્રીએ ગામ બહાર જઈ આ રક્ષિત પંડિતને દીક્ષા આપી. ઈતિહાસ કહે છે કે, જેનશાસનમાં આ સૌથી પહેલી જ શિષ્યનિષ્ફટિકા છે. એટલે કે રજા વિનાની પહેલવહેલી દીક્ષા આ જ થઈ છે.
આ તસલી પુત્રે મુનિ આર્ય રક્ષિતને શાસ્ત્ર અભ્યાસ કરાવ્યો અને પછી પૂર્વનું જ્ઞાન મેળવવા દષ્ટિવાદને અભ્યાસ કરવા આવે વાસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આર્ય રક્ષિતજીએ પણ રસ્તામાં અવન્તીમાં આ વજાસ્વામીના વિદ્યાગુરુ આ૦ ભગુપ્તસૂરિનાં દર્શન કર્યા અને તેમની ભાવના મુજબ વીર સં. ૧૩૩ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org