________________
૨૭.
તેરમું]
આર્ય શ્રીવાસ્વામી ઊંડી ખાઈ, બે બાજુ દાંતવાળા અને ઘુરકતા બે ડુક્કર, નીચે ધરતીકંપ અને ઉપર પથ્થરને વરસાદ ગોઠવ્યો અને દેવધિને ભયભીત જેઈ સાથોસાથ જણાવી દીધું કે, તે કેકને સમજ નથી, પણ હવે સમજી લે કે તારું મૃત્યુ નજીકમાં જ ઊભું છે. દેવધિએ જણાવ્યું કે, “મને બચા, તમે જેમ કહેશે તેમ કરીશ.” તરત જ દેવે તેને ત્યાંથી ઉપાડી આ લેહિત્યસૂરિ પાસે લઈ જઈ દિક્ષા અપાવી. દેવધિ મુનિએ ગુરુ પાસેનું જ્ઞાન મેળવી ગણિપદ પ્રાપ્ત કર્યું અને ઉપકેશગચ્છીય આઇ દેવગુપ્ત પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ પદ મેળવ્યું.
તેમણે શત્રુંજય ઉપર કપદ યક્ષની આરાધના કરી હતી, તે પ્રત્યક્ષ થયા અને ત્યાર પછી મુખયશ તથા ચકેશ્વરી પણ હાજર થયાં. આચાર્યશ્રી તેમની પાસેથી આગમવાચના માટે વચન લઈ વલભીપુર પધાર્યા, તેમણે ત્યાં ચતુર્વિધ સંઘની આજ્ઞા લઈ વીર સં. ૯૮૦ માં મોટું મુનિસમેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના કરી, ૮૪ આગમો તથા અનેક ગ્રંથને પુસ્તકારૂઢ કર્યા. તેમણે નંદીસૂત્ર બનાવ્યું, જેમાં પિતાની વાચકપરંપરા આપી છે અને કલપસત્રની સ્થવિરાવલીની પાછળ પિતાની ગુરુપરંપરા જેડી દીધી છે. તેઓ વીર સં. ૧૦૦૦ માં શત્રુંજયતીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા અને પછી તરતમાં જ આ૦ સત્યમિત્ર પણ વગે પધાર્યા. હવે ત્રીજા કોઈની પાસે પૂર્વનું જ્ઞાન હતું નહીં, એટલે વિ. સં. ૧૦૦૦ માં પૂર્વજ્ઞાનને સમૂળ વિચ્છેદ થયે.
દેવધિગણિ ક્ષમાશ્રમણ પિતાની ગણધરપરંપરાના ગણનાયક હતા તેમજ આ સ્કંદિલની વાચકપરંપરાના અને મોટી આગમવાચનાના વાચનાચાર્ય પણ હતા. તેથી ઈતિહાસ તેમને દેવર્ધિગણિ ક્ષમાક્ષમણું અને દેવવાચકજી; એમ બે નામથી ઓળખે છે, જેના પ્રમાણે આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org