SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જૈન પરંપરાનો ઇતિહાસ [પ્રકરણ ૧. કેટલાએક જૈનાચાર્યો કહે છે કે વીરનિર્વાણ સંવત ૪૧૧ થી વિક્રમ સંવત શરૂ થયો છે. તેના આધારપાઠે નીચે પ્રમાણે છે: (१) एवं च महावीरमुत्तिसमयाओ पंचावन्ने वरिसलए। वुच्छिन्ने नंदवंसे, चंदगुत्तो राया जाओ त्ति ॥ ५२६ ॥ અર્થાત–વીર સં. ૧૫૫ માં નંદવંશ નાશ પામે અને ચંદ્રગુપ્ત રાજા થયે. (માત્ર શમશ્યાવૃતિ-થાવત્રી) (२) अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्टिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः ॥ ६-२४३ ॥ एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते । पञ्चपञ्चाशदधिके, चंद्रगुप्तोऽभवन् नृपः ॥ ८-३३९ ॥ વિરનિર્વાણુ સં. ૬૦ માં નન્દ રાજા થશે અને વીર સં. ૧૫૫ માં ચંદ્રગુપ્ત રાજા થયે. - (ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત, પરિશિષ્ટપર્વ) ૩. પાટલીપુત્રમાં વિ. સં. ૩૧ માં ઉદાયી, ૬૦ માં નદ, ૧૫૪ માં ચંદ્રગુપ્ત, સં. ૧૮૪ માં બિંદુસાર, ૨૯ માં અશોક, ૨૪૦ માં મંત્રીએ, ૨૪૩ માં પૂર્ણરથ, ૨૮૦ માં વૃદ્ધરથ, ૩૦૪.માં પુષ્યમિત્ર રાજા થયા છે. તેમ જ અવનીમાં વીર સં. ૨૪૦ માં સંપ્રતિ, ૨૯૪ માં બલમિત્રભાનુમિત્ર, ૩૫૪માં નરવાહન, ૩૯૪ માં ગર્દભિલ અને વીરનિર્વાણ સંવત ૪૧૦ માં વિક્રમાદિત્ય રાજા થયા છે. (હિમવંત સ્થવિરાવલી–રાજવંશ) આ ગણતરી પ્રમાણે વીર સં. ૧૫૫ માં ચંદ્રગુપ્ત રાયાભિષેક થયો છે અને ત્યાર પછી ૨૫૫ વર્ષ જતાં એટલે સં. ૪૧૧ માં વિક્રમ સંવત શરૂ થયો છે. - આ રાજાવલીના આધારે આ શ્રીભદ્રબાહસ્વામી અને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત, શૂન્યવાદી નિદ્રા મિત્ર અને રાજા અશોક, આ મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ, તથા આ. કાલકસૂરિ (થા કાલિકાચાર્ય) અને વલભીપતિ વસેનની સમકાલીનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy