________________
પહેલું ]
ગણધર શ્રી સુધર્માસ્વામી ૭. શતક શ્રાવક દશમા શતકીર્તિ નામે તીર્થકર થશે. (ગવતી).
૮. દઢ સમ્યક વધારિણું ૩ર પગેની માતા અને અંબડ પરિવ્રાજક દ્વારા ભગવાનને ધર્મલાભ મેળવનાર શ્રાવિકા સુલસા આવતી ચોવીશીમાં નિર્મમ નામે તીર્થકર થશે.
૯. સિંહ અણગારને બીજોરાપાક વહોરાવનાર રેવતી શ્રાવિકા મરીને અચુત દેવલેકમાં ગયેલ છે. આવતી ચોવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થશે. દિગમ્બરીય ગ્રંથમાં પણ રેવતીએ ભગવાનને ઔષધ આપી તીર્થકર નામ કમ ઉપાર્યું હતું એવું વર્ણન છે.
(૧ઠાણુંગસૂત્ર સ્થાન ૯) અત્યાર પહેલાં ભગવાન પાર્શ્વનાથના સંતાનીય ચાર મહાવ્રતવાળા શ્રમણે વિદ્યમાન હતા, જેમાં આચાર્ય શ્રીકેશી ગણધર મુખ્ય હતા. ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ૨વામી તેમને શ્રાવસ્તીમાં મળ્યા હતા અને તેમને એવી શંકા થઈ હતી કે, ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરચવામી; એ બને તીર્થકરે છે અને તીર્થકરોના માર્ગમાં ફેર ન હૈ જોઈએ. શ્રીગૌતમસ્વામીએ તેનું સમાધાન કરતાં જણાવ્યું હતું કે બંનેના શ્રમણ સંઘમાં જે દેખાતો ફેર છે તે વાસ્તવિક નથી; ઈત્યાદિ ખુલાસાના પરિણામે શ્રીકેશીસ્વામી ભગવાન શ્રી મહાવીરસ્વામીની પાસે તેમની આજ્ઞામાં આવી ગયા હતા. આ રીતે શ્રમણ સંઘનું મોટું સંગઠન થયું. આ કેશી ગણધરની શિષ્ય પરંપરા ચાલી જેનું નામ “ઉપકેશગચ્છ” પડયું. ઉપકેશગચ્છની પટ્ટાવલી પાછળ આપેલી છે.
વળી શાળે કે જે શરૂઆતમાં ભગવાન મહાવીર સ્વામીને શિષ્ય હતા, તેણે “આજીવકમત’ ચલાવ્યું. તેના મૃત્યુ પછી તેના કેટલાક શિષ્ય પણ ભગવાન મહાવીરસ્વામીની આજ્ઞામાં આવી ગયા હતા.
रेवतीश्राविकया श्रीवीरस्य औषधदानं दत्तं तेनौषधिदानफलेन तीर्थकरनामकर्मोपार्जितम्-अत एव औषधिदानमपि दातव्यम्॥
('સસ્થપામુદ્દી.” દ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org