________________
અગિયારમું] આ કોદિયુરિ
૨૩૭ તેમનું જન્મસ્થાન અયોધ્યા હતું, પિતાનું નામ કુલ્લ શ્રેણી અને માતાનું નામ પ્રતિમા હતું. ઘણા દેવદેવીઓની આરાધના કરવાથી પ્રતિમાને પુત્ર થયો. આથી તેનું નામ નાગેન્દ્ર પડયું. આ વખતે અધ્યામાં વિજયબ્ર રાજા હતે.
માતાએ વિદ્યાધરગચ્છના આચાર્ય નાગહસ્તિને બાલપણુમાં જ તે બાળક સે હતો અને આચાર્યના કહેવાથી માતાએ સાત વર્ષની ઉમ્મર સુધી એનું પાલન કર્યું હતું. નાગેન્દ્રને ૮ વર્ષની ઉમ્મરે દીક્ષા આપવામાં આવી, બાલમુનિ નાગહસ્તિસૂરિના ગુરુભાઈ સંગમસિંહસૂરિની પાસે રહેતા હતા અને મંડનગણિ પાસે વિદ્યાભ્યાસ કરતા હતા.
એમનું દીક્ષા વખતનું નામ શું હશે? તેને ઉલેખ મળતું નથી, કદાચ નાગૅમુનિ હશે પરંતુ તેમના બીજા પાદલિપ્ત નામ પાછળ તે સુંદર કથા રહેલી છે.
તે બાળ મુનિવરે એકવાર ગૌચરીમાં કાંજી વહોરી લાવી, વિધિપૂર્વક આચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યું: આ ક્યાંથી લાવ્યા? ઉત્તરમાં આ વિદ્વાન બાલમુનિએ નીચેને ક કો:
अंबं तंबच्छीए (तंववत्थाए), अपुष्फियं पुष्फदंतपंतीए । नवसालिकंजियं, नववहुए कडुपण मे दिनं ॥ ३८॥
તાંબા જેવી ધૂમ આંખવાલી (તાંબા જેવા લાલ વસ્ત્રવાલી) અને કૂલ જેવા દાંતવાળી, એવી નવવધૂએ મને કડછી ભરીને નવી ડાંગરની બનાવેલી કેહેલી નહીં અને ખટુંબર એવી આ કાંજી આપી છે.
ગુરમહારાજે આ સાંભળીને એને કહ્યું કે, ઝિરોસિ. એટલે કે તું ગેયરીના અગ્નિદષથી લેપાયે છે. બાલમુનિએ તરત જ વિનતિ કરી કે પુરુદેવ! તેમાં એક કાને વધારી આપો કે હું આપના આશીવાદથી એટલે કે અગ્નિષથી રહિત અને પારલેપથી આકાશમાં ઉડનારે બનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org