________________
૨૩૬
જૈન પરંપરાને ઇતિહાસ, [ પ્રકરણ પ્રયોગ શીખવી આખા કુટુંબને માંસાહારમાંથી મુક્ત કરાવ્યું.*
આર્ય શ્રમણસિંહ – આચાર્ય મહાન તિષણ હતા. એકવાર વિલાસનગરના રાજા પ્રજાપતિની રાજસભામાં આચાર્યશ્રી પધાર્યા, ત્યારે રાજાએ કહ્યું કે કંઈક આશ્ચર્ય બતાવો! આચાર્યો મુહૂર્ત જોઈ એક પથ્થરના નાકામાં સેય પરોવી એક
તિષી પંડિતને કહ્યું કે આ સેય અમુક સંક્રાતિમાં અમુક સમયે ખેંચી કાઢજે, એટલે વરસાદ પડશે અને બધું જળબંબાકાર પાણી પાણી થઈ જશે. પછી એ પ્રમાણે થયું, એટલે રાજા તે આચાર્યને વારંવાર વૃષ્ટિનું પૂછવા લાગ્યા. આચાર્યે આ રાજલપમાંથી મુક્ત થવા પિતાના શિષ્ય પાસે ઉલટસુલટ જવાબ અપાવ્યા, અને પોતે ત્યાંથી વિહાર કરી માનખેટપુર ચાલ્યા ગયા. તેઓ મહાપ્રભાવિક જ્યોતિષી થયા છે. તેમણે તિષને એક શ્રેથ બનાવ્યું હતું, જે આજે ઉપલબ્ધ નથી. કિન્તુ વિ. સં. ૫૪૭ માં થયેલ પ્રસિદ્ધ જાતિષી વરાહમિહિર બીજાએ પિતાના ગ્રંથે લાટાચાય, સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્ય ભટ્ટ, પ્રદ્યુમ્ન અને વિજયનદિના ગ્રંથોના આધારે બનાવ્યા હોવાનું જણાવે છે. (ભારતીય જ્યોતિષ પૃ. ૨૧૦ થી ૨૧૬)+ (જેન સત્ય પ્રકાશ ક્ર. ૧૦૦)
આ પાદલિપ્તસૂરિજી पालित्तसूरिः स श्रीमानपूर्वः श्रुतसागरः । .. यस्मात्तरङ्गवत्याख्यं कथास्रोतो विनिर्ययौ ॥
આ૦ શ્રી પાદલિપ્તસૂરિજી “તરંગવતી” નામક અદ્દભુત પ્રાકૃત આના રચયિતા અને અનેક વિદ્યામંત્રના જાણકાર તરીકે ખૂબ પ્રસિદ્ધ છે.
* આ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે એને સિંહને પ્રયોગ શીખવ્યો જેને ધીવરે અજમાવ્યો, અને એ સિંહ એ ધીવરને ખાઈ ગયો, કારણ કે એમાં દેષ અલ્પ છે અને લાભ વધુ છે.
+ આ આચાર્યને સમયાળ વિક્રમની ચોથી સદી હોય તે બ્રહ્મદ્વિપ શાખાના આ યુગપ્રધાન સિંહરિ તે જ આ શ્રમણસિંહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org