________________
૨૩૨ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ ગુડસ નગરમાં બહેકર નામે બોદ્ધવાદીને વાદમાં પરાજિત કરવાથી તે મૃત્યુ પામી યક્ષ થયે અને જેનસંઘને સતાવવા લાગે, જેનેએ સૂરિજીને બોલાવ્યા અને સૂરિજીએ ત્યાં પધારી મંદિરની યક્ષમૂર્તિને અને એ મંદિરમાં રહેલી બીજી બૌદ્ધમૂર્તિઓને પિતાના પગે નમસ્કાર કરાવ્યા હતા, એટલું જ નહિ કિન્તુ યક્ષમૃતિને અને એકહજાર પુરુષે ખેંચી શકે એવી પથ્થરની ૨ કુંડીઓ પડી હતી તે બધાને પિતાની પાછળ આવતી કરી હતી. આ જોઈ રાજા વેણિ-વત્સરાજ અને પ્રજાને પ્રમેહ થયો. રાજા અને પ્રજાએ જેનધર્મ સ્વીકાર્યો.
આ સમપ્રભસૂરિ લખે છે કે તે રાજાએ બૌદ્ધધમી હતું ત્યારે ત્યાંતારાદેવીનું મંદિર બનાવ્યું હતું તેથી તે નગર “તારાપુર કહેવાય છે. રાજાએ જેન થયા પછી ત્યાં સિદ્ધશિલા કેટિશિલા વગેરે દેરાસર કરાવ્યાં હતાં, પરંતુ કાળના બળથી તેને દિગંબરે દબાવી બેઠા હતા. વળી, એ જ તારંગાતીર્થ ઉપર ગુજરશ્વર રાજા કુમારપાલની આજ્ઞાથી યશદેવના પુત્ર દંડાધિપ અભયકુમારે ભગવાન શ્રી અજિતનાથનું ઘણું ઊંચું (બત્રીસમાળનું દેરાસર કરાવેલ છે.
(કુમારપાલ પ્રતિબંધ, પ્રસ્તાવ ૫, પ્રકરણ ૮ મું) રામનગરમાં, અને પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજી મહારાજ...........માં જમ્યા છે. ધર્મવીર દાદા ખુટેરાયજી મહારાજે પંજાબમાં પધારી પુનઃ જૈનધર્મની સ્થાપના કરી છે. ગુજરાનવાલા, શિયાલકેટ, પતિયાલા, પપનાખા, રામનગર, હશિયારપુર અને પસરૂરમાં ઉપદેશ આપી જેને બનાવ્યા, છ દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી, પૂ. આત્મારામજી મહારાજ, આ. વિજયકમલસૂરિજી, મુનિ શ્રીચંદનવિજયજી મહારાજ અને આ. વિજયવલ્લભ સુરિજીએ તે પંજાબમાં ઘણું જેને વધાર્યા; જિનાલય વધાર્યા, અને જેનધર્મને પ્રચાર કર્યો. વળી, મેરઠ જિલ્લો, મુજફરનગર જિલ્લામાં સં. ૧૯૮૯ વૈશાખ સુદ ૧૧થી ગુરુકૃપાથી લગભગ અઢી હજાર નવા જેનો થયા છે, ત્યાં મુકિતવિજયજી જિન પાઠશાળા, પુસ્તકાલય અને નવાં જિનાલયો બન્યાં છે.
આમ હોવા છતાં આજે પંજાબના જે “ભાવડા” નામથી જ - વિખ્યાત છે. અને એ આ૦ કાલરિની અસીમ કૃપાનું જ મીઠું ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org