________________
પ્રકરણ અગિયારમું
આ૦ શ્રી આર્યદિન્નસૂરિ આ આચાર્યશ્રીને વિશેષ પરિચય મળતો નથી. તેમને મુખ્ય બે શિષ્ય હતા.
૧. આર્ય શાંતિશ્રેણિક. ૨. આર્ય સિંહગિરિજાતિસ્મરણ જ્ઞાનવાળા હતા.
આર્ય શાંતિશ્રેણિક
આ આચાર્યશ્રીને શિષ્ય પરિવાર ઉચ્ચાનગરની આજુ બાજુ વિહાર કરતા હતા, જેથી એમનાથી ઉચાનાગર શાખા નીકળે છે. “તત્વાર્થસૂત્રના રચનાર વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ આ શાખાના છે.
- આ. શાંતિશ્રેણિકને મુખ્ય ચાર શિષ્ય હતા, તે આ પ્રમાણે - ૧. સ્થ૦ આર્યશ્રેણિક–જેનાથી અજ સેણિયા શાખા નીકળી છે. ૨. સ્થ૦ આર્યતાપસ-જેનાથી અજજ તાપસી શાખા નીકળી છે. ૩. સ્થ૦ આર્યકુબેર-જેનાથી અજજ કુબેરી (કુબેરા) શાખા નીકળી છે. ૪. સ્થળ આર્યઋષિપાલિત જેનાથી અજ ઈસિપાલિયા શાખા નીકળી છે.
સં. ૧૮૮૯ ની પં, ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, આ આદિત્તસૂરિએ દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર કર્યો હતો. તેઓ રોજ નવીનું પચ્ચકખાણ કરતા હતા અને ઉપાધિમાં ચૌદ ઉપકરણ રાખતા હતા. અત્યાર સુધી તે કઈ મુનિ કાળધર્મ પામે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org