SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન પરંપરાના ઇતિહાસ [પ્રકરણ પાટલીપુત્રની પાસે ગંગામાં પેાતાના હાથીને સ્નાન કરાવ્યું હતું, મગતા રાજાએ અવારનવાર કલિંગને લૂટીને જે સંપત્તિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી, તેમજ આઠમે નંદ રાજા સુત્રની શ્રીઋષભદેવજીની જે મૂર્તિને લઈ ગયા હતા, તે મૂર્તિને પાટલીપુત્રમાંથી કિલ`ગ લઇ જઈ કુમરિગિર પર્યંત ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા મંદિરને જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહાત્સવપૂર્ણાંક સ્થાપી હતી. આ ઉત્સવમાં આ સુસ્થિત અને આ સુપ્રતિબદ્ધ આચર્યાની અધ્યક્ષતા હતી, અને તેના હાથે જ પ્રતિષ્ઠા થઈ હતી. વળી, ભિમ્મુરાયે કુમારિગિર પર નવી ગુફાઓ કરાવી, તેમાં માટી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, શ્રમનુ સંધને આમ ંત્રી માટુ' શ્રમણુસ મલન કરાવ્યું, જેમાં બીજી આગમવાચના કરાવી જિનાગમાને વ્યવસ્થિત કરાવ્યાં. આ ઘટનાએથી આ વખતે કુમર ગિરિ તા મહાન તીરૂપ બન્યુ હતુ. શિકખુરાય જૈન શાસનની મહાન પ્રભાવના કરી વીર સ. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યા. એના પુત્ર વજ્રાય કર્લિંગના રાજા બન્યા. તે વી. સ', ૩૬૨માં સ્વગે ગયે. તેણે જૈનધર્મની પ્રભાવના કરી છે. તેના પછી વિટ્ઠહરાય લિગના રાજા થયા. તે પણ જૈનધર્મના મહાન ઉપાસક થયા છે. એનું વીર સ'. ૩૯૫ માં સ્વર્ગગમન થયુ' ( ‘હિમવ’ત સ્થવિરાવલી', પૃ. ૫ થી ૮) આ મહામેઘવાહન રાજા ખારવેલના એક લેખ ઈ. સ. પૂર્વે બીજા સૈકાના એરિસામાં ગિરિ પરની હાથીગુફામાં ચાડેલા વિદ્યમાન છે જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાએ! અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને માટી શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિ’ગ ચક્રવતી ’ તરીકે મનાયેા છે. આ રાજાએ આંધ્ર મહારાષ્ટ્ર અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy