________________
આખું] આય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૭૩ તરીકે જન્મે. જન્મતાં જ તેને રાજ્ય મળ્યું, તે તું સંપતિ રાજા થયો.
સંપ્રતિ રાજા પોતાના પૂર્વ ભવનું યથાર્થ વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયું. તેણે સૂરિજીને કહ્યું: “પ્રો! આપે ચારિત્ર ન આપ્યું હેત તે હું આ દશાએ ક્યાંથી હેત ! માટે આ રાજ્યના માલિક આપે છે.” સૂરિજી બેલ્યા: “અમે તે ત્યાગી નિસ્પૃહી છીએ. જે તને ચારિત્ર-સંયમધર્મ ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા હોય તે શ્રી.વીતરાગ ભગવંતને ધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધી લે અને જિનશાસનની પ્રભાવના કર.” રાજાએ સૂરિજીના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો સમ્યકત્વ સહિત શ્રાવકનાં મારતો પણ સ્વીકાર્યા તે મન, વચન, કાયાની દઢતાથી જૈનધર્મની ઉપાસના કરવા લાગ્યા. તે પરમ આઈપાસક બન્ય.
હવે તે ત્રિકાળ જિનપૂજન કરે છે, સવામીમાઈઓની સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે. જ્યાં ત્યાં એનું રાજ્ય હતું ત્યાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવામાં તત્પર બન્યા છે.
વળી, એક વાર અવન્તીમાં રથયાત્રા નીકળે છે. એ સમયે સુહસ્તિસૂરિજી પધાર્યા છે. રાજા પણ સપરિવાર રથયાત્રાને લાભ લે છે, એટલે દિવસે ભવ્ય રથયાત્રા નીકળી છે, ઘોડાઓને બદલે ભકિતસંપન શ્રાવકે રથને વહી રહ્યા છે, રાજમહેલ પાસે રથ આવે છે તે વખતે રાજાએ ખૂબ જ ભક્તિથી વંદના સત્કાર કરીને પોતાના સામે તેને જૈનધર્મ સ્વીકારવાનું સમજાવ્યું. આથી સામંતોએ પણ જૈનધર્મ સ્વીકાર્યો અને પોતપોતાના રાજયમાં જઈ રથયાત્રા કાઢવાની શરૂઆત કરાવી.
સંપ્રતિ શેજાએ જૈનધર્મને સ્વીકાર કર્યા પછી સવા કરોડ (સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં, અને સાત દાનશાળા ખુલ્લી મુકાવી. તેના રાજ્યમાં કદી પણ જનતાને ખાવાપીવાનું દુખ નથી પડયું. તેણે પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org