________________
૧૬૪
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ હશે રાજા થયા પછી એને રાજલેજ વધે અને બોદ્ધ સાધુઓના પરિચયથી તેમજ બૌદ્ધધમી રાણ તિષ્યરક્ષિતાના સહવાસથી તે બૌદ્ધધમી બન્યો હતો. પરંતુ રાણી તિબ્બરક્ષિતાએ યુવરાજ કુણાલને અંધ બનાવ્યે આ ઘટનાથી અને કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીઓના સંહારથી ઉત્પન્ન થયેલ ધૃણાથી, તે બોદ્ધધર્મની કટ્ટરતા તછ દરેક ધર્મો પ્રત્યે સમભાવી બન્યા હતા. રાજતરંગિણમાં લખ્યું છે કે “સમ્રાટ અશોક તેની પાછળની જિંદગીનાં છેલ્લાં ૪ વર્ષ જેન બન્યું હતું.” - ભારતીય ઈતિહાસમાં અશોક મહાન પ્રતાપી રાજા ગણાય છે. એણે ફરમાને કાઢીને અહિંસા ધર્મને સુંદર પ્રચાર કરાવ્યું હતું.
યુવરાજ કુણાલ અશકને પુત્ર કુણાલ હતું. તે બાળક હતું ત્યારે અવન્તીમાં અશોકે તેને ભણવા ગ્ય જાણી તેના રાજશાસન પત્રમાં લખ્યું કે “સુમાને થીય૩–હવે કુમારે ભણવું જોઈએ” પરંતુ તેની બૌદ્ધધમી વિમાતાએ આ પત્રમાં છૂપી રીતે પિતાની આંખના આંજણની કાળાશથી એ સુધારો કર્યો કે “કુમારે
ધી –હવે કુમારે આંધળા થવું.” બસ, કુમારે આ જાણ્યું અને તે પિતાની આજ્ઞા માની પિતાની જાતે જ આંધળે થયા. હું
અશોકને આ કરુણ સમાચાર મળ્યા આથી તેને બહુ દુઃખ થયું. તેણે કુણાલને નિભાવ માટે એક મોટી ઉપજવાળું ગામ ભેટ આપ્યું અને એના ઓરમાન ભાઈને અવન્તીને પ્રદેશ સગે.
કુણાલને શરતશ્રી નામે પત્ની હતી, જેણે રાજલક્ષણવાળા એક રૂપવાન કુમારને જન્મ આપે કુણાલ પોતાના પુત્રનો જન્મ સાંભળી એને જન્મોત્સવ ઊજવી ગુપ્ત વેશે પાટલીપુત્ર આવ્યા. તેણે પ્રથમ પિતાના મધુર કંઠથી વિવિધ રાગ ગાઈ સમ્રાટ અશોકને રીઝવ્યું. અશોકે પૂછયું: “તું કોણ છે?” કુણાલ પિતા પાસે આવ્યું અને બોલ્યા “હું આપને અંધ થયેલ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org