SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ છે. સાચા કામવિજેતા છે. તેઓ જ “દુષ્કર, દુષ્કરકારકના ધન્ય.. વાદને પાત્ર છે. આ સ્થૂલિભદ્રની ૭ બહેને યક્ષા, યક્ષદિના, ભૂતા, ભૂતદિના, સેણ, વેણ અને રણાએ તેમજ મગધના મંત્રી શ્રીયકે પણ દીક્ષા લીધી હતી. મહામંત્રી શકટાલ અને મંત્રી શ્રીયકના જવા પછી મગધરાજ નંદ પાસે કેઈ કુશલ મંત્રી રહ્યો નહિ, મગધરાજની લેભદશા વધી ગઈ, સામંતે સ્વતંત્ર થવા લાગ્યા, અધિકારીઓ સ્વચ્છંદી બન્યા. આ અંધાધુંધીને લાભ લઈ મહામંત્રીશ્વર ચાણકય અને માથે ચંદ્રગુપ્ત યુદ્ધ જાહેર કરી નંદવંશને નાશ કર્યો અને વીર સં. ૧૫૫માં પાટલીપુત્રમાં મોર્ય રાજયની સ્થાપના કરી. ચાર ચૂલિકાઆગમની રચનાઃ આ સ્થૂલિભદ્રસૂરિએ વીર સં૦ ૧૬૦ લગભગમાં પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો કરી પહેલી આગમવાચના કરી, ૧૧ અંગેને સુરક્ષિત ક્યાં અને પછી નેપાળદેશમાં જઈ આ ભદ્રબાહુ પાસે બે વરતુન્યૂન ૧૦ પૂર્વનું જ્ઞાન સંપાદિત કર્યું. આ બને આચાર્યો વિહાર કરી પુનઃ પાટલીપુત્ર પધાર્યા એ અરસામાં એટલે વીર સં. ૧૬૮ લગભગમાં શ્રીસંઘને ૪ ચૂલિકા આગમની પ્રાપ્તિ થઈ છે. જેને ઈતિહાસ આ પ્રમાણે છે. એકવાર સ્થૂલિભદ્રની બહેન સાથ્વી યક્ષામહત્તરા વગેરે મુનિવરને વંદન કરવા આવી. તેમણે આ૦ શ્રીભદ્રબાહુસ્વામીને વાંદીને પૂછયું કે “અમારા વડિલબંધુ ક્યાં છે?” આચાર્ય મહારાજ બોલ્યા કે “પાસેના જીર્ણ દેવાલયમાં શવાધ્યાય કરતા હશે. આ સાંભળી તે સાલવીઓ પાસેના દેવકુલમાં ગયાં, પણ ત્યાં તે આ સ્થૂલભદ્રજીને બદલે સિંહ બેઠે હતો. આ દશ્ય જોઈ તેઓ પાછાં વળી આચાર્યશ્રીને કહેવા લાગ્યા કે “ત્યાં તો સિંહ બેઠો છે. શું વડિલ વધુને તે ખાઈ ગયે નહિ હોયને?” સૂરિજીએ જ્ઞાનેપગ દઈ યથાર્થ વસ્તુ જાણીને કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy