________________
૧૪૬
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ રાજાની આંખમાંથી અશ્રબિન્દુ ટપકડ્યાં. એના હૃદયમાંથી ઉગાર નીકળ્યા: “ધન્ય છે આવી સાધુતાને.”
નંદવંશના રાજાઓ જેનધર્મ પ્રત્યે અનુરાગી હતા. તેઓ ક્ષમામને બહુમાન અને બહુ આદર આપતા હતા. એમના મંત્રીશ્વરે જેનધર્મોપાસક જ હતા. એમના રાજકાળમાં ક્ષમાશ્રમનું બહુમાન વધ્યું હતું ને જિનમંદિર પણ વધ્યાં હતાં.
આ નવમો નંદરાજા પણ ધર્મપ્રેમી અને વિવેકી હતે. જૈનધર્મને ઉપાસક હોવા છતાયે તે બ્રાહાણે, બૌદ્ધ સાધુઓ અને અન્ય સંપ્રદાયના ધર્માનુયાયીઓ પ્રતિ ઉદાર હતે, બધાને દાન આપી સત્કાર અને સન્માનતે હતે.
યૂલિભદ્રજીના ગયા પછી શ્રીય મંત્રી બન્યા. એ વ્યાપારપ્રધાન મંત્રી હતા અને બાહોશ રાજમંત્રી પણ હતું. હવે વરરુચિ રેજ રાજસભામાં આવતે થયો. એને એમ લાગ્યું કે મેં પ્રતિસ્પધીનો કાંટે કાઢયો છે, મને રાજસભ્ય આદર અને માન આપે છે, એટલે મંત્રીપદ હવે મને જ મળશે. પરંતુ નંદરાજે યુવાન અને ઉત્સાહી, બુદ્ધિમાન અને ધીર, મુત્સદ્દી અને વિવેકી શ્રીયકને જ મહામંત્રી બનાવી, વરરુચિની આશા ઉપર ઠંડું પાણી રેડી દીધું હતું. છતાંયે વરરુચિને બહુશ્રુત અને મહામુત્સદ્દીપણાનું ઘમંડ હતું એટલે એની આશા અમર હતી. એણે ધીમેધીમે કેશા વેશ્યાની બહેન ઉપકેશા વેશ્યાને ત્યાં જવા-આવવાનું ચાલુ કર્યું, ઉપકોશા અને વરરુચિ વચ્ચે પ્રેમના તાણાવાણા વણાવા લાગ્યા.
કેશા વેશ્યા એકવાર કારણ પ્રસંગે શ્રીયકને મળવા આવી, એ તદન દુબળી-પાતળી અને સુકકી થઈ ગઈ હતી, રસ્થૂલિભદ્રના વિયેગથી સંતપ્ત કરમાયેલી કમલિની જેવી નિસ્તેજ બની ગઈ હતી. શ્રીયક એને જોઈ ને સફાળે ઊભે થયે. કોશાએ રડતાં રડતાં સ્થૂલભદ્રજીના સમાચાર પૂછડ્યા અને શ્રીયકે તેમના સાધુ થયાના અને વિહારના સમાચાર આપ્યા, સાથે જ એણે કહ્યું કે આ બધી ઘટનાનું મૂળ પેલે વરરુચિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org