________________
૧૪૪ જૈન પરંપરાને ઇતિહાસ
પ્રકરણ વાતાવરણ સંક્ષુબ્ધ હતું. આખી સભા ચીકાર ભરાઈ હતી. આ પ્રસંગનાયક વરરુચિ પણ આવ્યું હતું. આજે એને રાજસભાને ભૂરકી નાખવી હતી. મંત્રીશ્વરને દંડ કરાવવું હતું અને છેવટે એણે કંઈક ગંભીર નવાજૂની કરવાનો દઢ નિશ્ચય કર્યો હતે.
શ્રીયકે આજની રાજસભાનું વાતાવરણ આવતાંવેંત માપી લીધું. એનું મન વિચારેના ઝોળે ચડયું. એક તરફ પિતાજીને કમેતે મારવા માટે પિતાની જાત ઉપર તિરસ્કાર છૂટયો ને બીજી તરફ અને પિતાજીની ભવ્ય ત્યાગવૃત્તિ, અરભાવ અને કુળરક્ષાની અગમચેત દક્ષતા ઉપર માન ઉપજયું. મંત્રીશ્વર હંમેશની માફક એ જ છટાથી રાજસભામાં આવ્યો અને નપે. કિન્તુ રાજાએ સામું જોયું ન જોયું ત્યાં તે શ્રીયકે લાગ જોઈ પોતાની તલવારથી પિતાનું માથું ઉડાવી દીધું. મંત્રીશ્વરનું અરિહંત, નમે અરિહતાણું બેલડું માથું ઊડ્યું ને ધરણી ઉપર પછડાયું. ચોગરદમ લોહીનો ફુવારો છૂટક્યો. રાજા અને પ્રજા ચકિત થઈ આ ભયંકર દશ્ય જોઈ રહ્યાં.
રાજાએ શ્રીયકને પૂછ્યું: “અરે, આ તે શું કર્યું !”
શ્રીયકે કહ્યું “રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી બને છે, તે મારા જીવતાં નંદરાજને દ્રોહી જીવતે કેમ રહી શકે?”
રાજાએ એની રાજભકિત ઉપર પ્રસન્ન થઈ પૂછ્યું: “સાચું શું છે? તે કહે.”
મંત્રીપુત્ર ધીરજથી યથાર્થ વાત કહી સંભળાવી. રાજા આ સાંભળી ચમક્યો અને બોલ્યા: “હવે તું જ મંત્રીશ્વરની જગા ઉપર બેસી જા.” શ્રીયકે કહ્યું: “મારા વડીલ બંધુ ધૂલિભદ્ર કેશા વેશ્યાને ત્યાં છે. એમને બોલાવી એમને એ પદ આપો”
રાજાએ કોશાને ત્યાંથી સ્થૂલભદ્રને બોલાવ્યા અને પિતાના મૃત્યુના સમાચાર કહી રાજમંત્રીપદ માટેનું નિમંત્રણ આપ્યું.
સ્થૂલભદ્રજીએ રાજાને કહ્યું: “મને વિચાર કરવા દે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org