________________
જૈન પરંપરાને ઈતિહાસ સાધુજીવન પાળવા માટે ઉપયોગી છે. માટે તેને સ્વાધ્યાયમાં રાખે.” આ રીતે સંઘને આગ્રહ થવાથી સૂરિજી મહારાજે તે સુત્રને રાખ્યું અને સંધે પણ ત્યારથી દરેક દીક્ષા લેનાર મુમુક્ષુ શરૂઆતમાં આ સૂત્રને ભરે એવી મોકા બાંધી છે. આજે પણ દરેક સાધુ પ્રથમ આ સૂત્રને જ અભ્યાસ કરે છે. આ સુત્રની રચના વીર સં. ૮૨ લગભગમાં થઈ છે. વેતાંબર-દિગંબર અને
સ્થાનકપંથી: એ દરેકમાં આ અતિમાન્ય સૂત્ર છે. આચાર્યશ્રી પિતાની પાટે શ્રીયશોભદ્રસૂરિજીને સ્થાપી વીર સં. ૯૮ માં
સ્વર્ગવાસ પામ્યા. એમણે ૨૮ વર્ષ ગૃહસ્થજીવનમાં ગાળ્યાં, ૩૪ વર્ષને ચારિત્રપર્યાય પાળે. એમાં ૧૧ વર્ષ સામાન્ય ચારિત્રપર્યાયનાં અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદનાં એમ કુલ ૬૨ વર્ષનું આયુષ્ય પાળી તેઓ વીર સં ૯૭માં સ્વર્ગે પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org