________________
૧૧૪
જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ૩. સુહલકાચાર અધ્યયન–આમાં ૧૫ ગાથાઓ છે. આ અધ્યયનમાં સંયમના આરાધના માટે જોર આપવા સાથે સંયમનું ફળ બતાવ્યું છે.
૪. છ ઇવનિકાય અધ્યયન-આ અધ્યયન ગદ્યપદ્યમય છે. આ અધ્યયનમાં ૬ કાના જીનું સંક્ષિપ્ત સ્વરૂપ આપી જયણાપૂર્વક સાધુજીવન પાળવાનું વર્ણન છે.
૫. પિડેષણ અધ્યયન–આ અધ્યયનમાં ૨ ઉદ્દેશ છે. પ્રથમ ઉલેશામાં ૧૦૦ ગાથાઓ અને બીજા ઉદેશામાં ૫૦ ગાથાઓ છે. આ અધ્યયનમાં સાધુની આહારવિધિ–નિર્દોષ અને સદોષ આહાર–પાણીનું વિવેચન કરી માધુકરી વૃત્તિનું વિશદ વર્ણન કર્યું છે.
૬. મહાચારકથા અધ્યયન–આ અધ્યયનમાં ૬૯ ગાથાઓ છે. આ અધ્યયનનું બીજું નામ “ધર્મ–અર્થ-કામઆખ્યાન” પણ છે. આમાં ત્રણ પુરુષાર્થો બતાવી ધર્મનું મહત્તવ વર્ણવ્યું છે. આમાં ઘણી ઉપદેશ પૂર્ણ સુંદર ગાથાઓ છે.
૭. વચનશુદ્ધિ અધ્યયન–આમાં પ૭ ગાથાઓ છે. આ અધ્યયનમાં ભાષાના ભેદ અને કઈ વાણી શુદ્ધ સત્ય કહેવાય તેનું વિશદ વર્ણન છે. : ૮. આચારપ્રણિધાન અધ્યયન–આ અધ્યયનમાં ૬૪ ગાથાઓ છે, જેમાં સાધુજીવનના આચારનું સ્વરૂપ વર્ણવ્યું છે.
૯૮ વિનયસમાધિ અધ્યયન–આ અધ્યયનમાં ૪ ઉદેશા છે અને તે દરેકમાં અનુક્રમે ૧૭, ૨૩, ૧૫, અને ૭ ગાથાઓ છે. ચિશે ઉદ્દેશ ગદ્યપદ્યમય છે. આમાં વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિનું સ્વરૂપદર્શન કરાવ્યું છે. વિનય એ જ ધર્મનું મૂલ છે તેનું સુંદર સ્વરૂપ આલેખ્યું છે.
૧૦. સભિક્ષુ અધ્યયન–આમાં ૨૧ ગાથાઓ છે. સાધુજીવન કઈ રીતે સાધી શકાય, કાણુ સાધી શકે અને તેનાં ઉત્તમ સાધન કયાં હોઈ શકે? તેને કાવ્યમય હૂબહુ ચિતાર આપે છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org