________________
પ્રકરણ ચોથું
આ. શ્રીશઐભવસૂરિ આ શય્યભવસૂરિ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહી નગરીના વત્સત્રીય ક્રિયાચુસ્ત બ્રાહ્મણ હતા. તેઓ ગૃહસ્થ જીવનમાં જ વિદ્વાન હતા. તેમને હઠાગ્રહ કે વિતંડાવાદમાં રસ નહિતે. બ્રાહ્મણ હતા, છતાંયે વર્ણષી નહેતા. ધર્મને મર્મ સમજવા પ્રયત્નશીલ રહેતા હતા અને સત્યના અથી હતા. જ્યાં વિતંડાવાદ, દ્વેષ કે કલહ જેવું હોય ત્યાં શય્યભવ ભટ્ટની ગેરહાજરી જ હોય. સદાયે ગુરુચરણે બેસી શાસ્ત્રઅભ્યાસ અને ક્રિયાકાંડમાં એ તત્પર જ રહેતા. એમને જેનધર્મના શ્રમણે ઉપર ભક્તિ અને પ્રેમ હતાં, તેઓને સત્સંગ શય્યભવ ભટ્ટને ગમતે. એ શ્રમના ત્યાગ, તપ, ઉત્તમચારિત્ર, સર્વ જીવો સાથેની મૈત્રી, પ્રેમભર્યું જીવન, દયાળુવૃત્તિ, કરુણાભાવના, આ બધા ગુણેની શäભવ ઉપર સારી છાપ પડી હતી.
એકવાર આ શ્રીપ્રભવસ્વામીએ પિતાની પાછળ ભવિષ્યમાં આચાર્યપદને લાયક કોણ છે એ માટે પિતાના મૃતજ્ઞાનને ઉપગ મૂક્યો. એમણે જોયું કે, અત્યારે જૈન સંઘમાં એવા કેઈ પુણ્યાત્મા નથી કે જેનશાસનની પાટની ધુરાને ભાર ઉઠાવી શકે. પછી તેમણે જૈનેતર દર્શનમાં ઉપયાગ મુક્યો, ત્યારે તેમને જણાયું કે રાજગૃહીના શયંભવ ભટ્ટ પાટને લાયક છે. આથી તેમણે પ્રાતઃકાળમાં બે સ્થવિર, દક્ષ, ઉપદેશકુશલ ગંભીર અને તપસ્વી એવા સાધુઓને શયંભવ ભટ્ટ જ્યાં ગુરુ સાથે યજ્ઞક્રિયા કરાવતા હતા, ત્યાં મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org