________________
(૧૦૦
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ મતિ સમા પુત્રને મૂકી જિનધર્મનું આરાધન કરી સ્વ સંચર્યો.
મંત્રીશ્વર કલ્પક કલ્પકને ત્યાં ક્ષમાશ્રમ વિશ્રાંતિ લેતા, રાત્રિવાસે ગાળતા અને કવચિત્ ચતુર્માસ પણ રહેતા એ આપણે જોયું. હવે કહ૫ક પચીશ વર્ષને નવયુવાન થયેલ છે. તેના ભવ્ય લલાટપટમાં કેસરનું મનોરમ તિલક શેભે છે, હાથમાં પોથી રાખે છે, મુનિવરેની સાથે ફરે છે, શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે અને અનેક વિદ્યાઓ મેળવે છે. જ્ઞાનપ્રાપ્તિ એ જ એને પરમ વ્યવસાય બન્યા છે. પાટલીપુત્રમાં એની વિદ્યાની તારીફ થાય છે. એના કરતાં વધુ એના સદાચારની, એના વિનયની, એની નમ્રતાની અને એની સાધુચતિ સજજનતાની ભૂરિ મૂરિ પ્રશંસા થઈ રહી છે.
એક વાર એક વિદ્વાન બ્રાહા એને શબ્દા જાળથી બાંધી એને પિતાની કન્યા પરણાવી દીધી. કન્યા પણ જલદરવાળી હતી, પરંતુ વચનબદ્ધ થઈ ગયેલા કલ્પકે કન્યાને નીરોગી બનાવી એની સાથે લગ્ન કર્યું.
નંદ રાજાએ કલ્પકની ખ્યાતિ સાંભળી હતી. રાજાએ “એના જે વિદ્વાન, ત્યાગી, સદાચારી, અને પ્રજાપ્રિય રાજ્ય મંત્રી બને તો સારું, એમ વિચારી એને મંત્રીપદનું નિમંત્રણ આપ્યું. - કલ્પકે કહ્યું કે, “એ રાજખટપટ મારા જેવા બ્રાહ્મણને ન શેભે, તેમજ મારે લક્ષમી કે સત્તાની પણ બહુ જરૂર નથી, હું તો તત્વચિંતક થવા ઈચ્છું છું. હું આત્મતત્વની પ્રાપ્તિમાં જ જીવન વ્યતીત કરવા ધારું છું.”
રાજાને લાગ્યું કે, આ બ્રાહ્મણ એમ નહિ માને. એને તે કઈ યુક્તિથી બાંધ પડશે. એટલે રાજાએ પણ એમ જ કર્યું. એક ધાબીને ત્યાં એ કપડાં ધોવા આપતા હતા. રાજાએ એ ઘેબીને કહ્યું કે, “હવે કપક કપડાં ધોવા આપે ત્યારે તેને પાછાં ન આપીશ, વાયદા બતાવ્યા કરજે.” ધબીએ પણ એમ જ કર્યું. કપક જ્યારે જ્યારે કપડાં માગવા જાય ત્યારે તે કહે, “કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org