SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ - સૂત્ર ૩૦ રર૭ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપ માલૂમ પડે છે, પરંતુ બંને અંશેની બાજુએ દૃષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી બંને દૃષ્ટિએને અનુસારે જ આ સૂત્રમાં સત્ – વસ્તુ – નું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. [ ૨૯ ] હવે વિરોધને પરિહાર કરી પરિણામી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે: तभावाव्ययं नित्यम् ।३०। જે એના ભાવથી (પિતાની જાતિથી) ચુત ન થાય તે નિત્ય છે. પાછલા સૂત્રમાં કહ્યું છે કે, વસ્તુ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, અર્થાત્ સ્થિરાસ્થિર ઉભયરૂપ છે; પરંતુ અહીંયાં પ્રશ્ન થાય છે કે આ કેવી રીતે ઘટી શકશે ? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે ? અને જે અસ્થિર છે તે સ્થિર કેવી રીતે ? એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વ બંને અંશ શીતઉષ્ણની માફક પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સમયમાં ઘટી ન શકે. એથી સત્ની ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા શું વિરુદ્ધ નથી ? એ વિરોધનો પરિહાર કરવા માટે જૈનદર્શનસંમત, નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રને ઉદ્દેશ છે. - જે બીજાં કેટલાંક દર્શનની માફક જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ એવું માને કે કઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એક રૂપમાં વસ્તુ સ્થિર રહે,” તે એ ફૂટસ્થ નિત્યમાં અનિત્યત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વને વિરોધ આવે; એ રીતે જે જૈનદર્શન એક જ એવી રમત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy