________________
[૬૭].. સ્થિતિ ધરાવે છે. તેથી એકપ્રદેશાવગાઢથી માંડીને અસંખ્યાતપ્રદેશાવગાઢ (૫૧૧–૫૧૪) અને એકસમયસ્થિતિકથી માંડીને અસંખ્યાતસમયસ્થિતિક પુદ્ગલોના પર્યાયો વિષે (૫૧૫–૫૧૪) પણ જુદી વિચારણા કરીને તે બધાયના પર્યાયો પણ અનંત છે તેમ જણાવી દીધું. આમાં પણ દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવની દૃષ્ટિએ જ વિચાર છે. એ જ ન્યાયે વર્ણ આદિકૃત પુગલના જે ભેદો છે, તેમાં પણ અનંત પર્યાયો સિદ્ધ કર્યા છે (૫૧૯-૫૨૪). આ ઉપરાંત અવગાહના, સ્થિતિ અને વર્ણાદિત જે ભેદો છે તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા માત્ર ત્રણ ભેદો પાડીને તેમના પર્યાયોને પણ અનંત કહ્યા છે (૫૫–૫૫૮). આમ અનેક રીતે એક જ વાત કહેવામાં આવી છે કે પુગલના પર્યાયો અનંત છે.
વિશેષમાં એ જાણવું જરૂરી છે કે પરમાણુવાદી ન્યાય-વૈશેષિકો પરમાણુને નિત્ય માને છે; તેના પરિણામો માનતા નથી; જ્યારે જૈનો પરમાણુને પરિણમી નિત્ય માને છે. તે સ્વતંત્ર હોય ત્યારે પણ તેમાં પરિણામો થાય છે, તે પ્રસ્તુત અને પ્રથમ પદના નિરૂપણથી સ્પષ્ટ થાય છે જ. વળી, જ્યારે તે સ્કંધના પ્રદેશરૂપે હોય છે ત્યારે પણું, સ્કંધ અને પરમાણુમાં, ન્યાય-વૈશેષિકના અવયવ અને અવયવીના અત્યંત ભેદની જેમ, અત્યંત ભેદ નથી. પરમાણુ સ્કંધરૂપે પરિણત થાય છે; અને તે કંધના વળી પરમાણુઓ બને છે: આવી પ્રક્રિયા જેનાભિમત છે.
વળી, પરમાણુ વિષે બીજી એક વાત જે સ્પષ્ટ થાય છે તે એ કે પરમાણુમાં તૈયાયિકવૈશેષિકની જેમ જાતિભેદ નથી. એટલે કે પાર્થિવ પરમાણુ આદિ જુદી જુદી જાતિના પરમાણુઓ નથી, પણ કોઈ પણ એક પરમાણુ પૃથ્વી આદિ અનેક રૂપે પરિણત થઈ શકે છે. કોઈ પણ એક પરમાણુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચારેય હોય છે. અને તે ચારેયના તારતમ્યને કારણે તેને અનંત પરિણામો બને છે. આથી વિરુદ્ધ ન્યાય-વૈશેષિકનો મત છે. તેમાં પ્રત્યેક પરમાણુમાં રૂપરસાદિ ચારેય અનિવાર્ય નથી.
છઠું વ્યુત્કાન્તિ’ પદઃ જીવોની ગતિ અને આગતિ
પ્રસ્તુત પદના વિષયની સૂચના પ્રારંભમાં વતિ-(સૂત્ર ૨) વ્યુત્ક્રાન્તિ' એ શબ્દથી આપવામાં આવી છે. ટીકાકાર એ વિષે પ્રારંભમાં કશું જ વ્યાખ્યાન કરતા નથી, પણ છઠ્ઠા પદના પ્રારંભમાં જે અધિકારગાથા આપવામાં આવી છે (સૂ૦ ૫૫૯) અને તેની જે વ્યાખ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ છે કે પ્રસ્તુત પદનો વિષય નાના પ્રકારના જીવોની વ્યુત્ક્રાંતિ એટલે કે તે તે ગતિમાં ઉત્પત્તિ અને તે તે ગતિમાંથી અન્યત્ર ઉત્પત્તિને લગતા પ્રશ્નોની ચર્ચા કરવી એ છે. સારાંશ કે જીવોની ગતિ અને આગતિનો વિચાર પ્રસ્તુત પદમાં છે. અને તે વિચારણા નીચેના મુદ્દાઓ વિષે કરવામાં આવી છે–
૧. (મ) ઉપપાતવિરહકાલનારકાદિ તે તે પ્રકારના જીવો તે તે રૂપે ઉત્પન્ન થયા કરે છે, તેમાં વચ્ચે ઉત્પત્તિશન્ય કાળ કેટલો, તેની ચર્ચા.
(૨) ઉદ્વર્તનાવિરહકાલ–નારકાદિ છવો મર્યા કરે છે તેમાં વચ્ચે ભરણશન્ય કાળ કેટલો, તેની ચર્ચા.
આમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત ઉપપાતવિરહકાળ અને ઉદ્વર્તનાવિરહકાળ હોવાથી પ્રથમ અધિકારનું નામ વાસબાર એમ રાખ્યું છે (૫૬૦–પ૬૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org