________________
[૬૬].. પુદ્ગલના બને છે. તેથી પ્રથમ સમગ્રભાવે રૂપી અજવના પર્યાયોની સંખ્યા અનંત કહી (૫૦૩) અને પછી પરમાણુ (૫૦૪), ક્રિપ્રદેશ સ્કંધ (પ૦૫), ત્રિપ્રદેશ સ્કંધ (૫૦૬), યાવત દશપ્રદેશી (૫૦૭) અને સંખ્યાતપ્રદેશી (૫૦૦), અસંખ્યાતપ્રદેશી (૫૯) અને અનન્તપ્રદેશી (૫૧૦) એ પ્રત્યેકના પર્યાયો અનન્ત કહ્યા છે.
તે સૌના પર્યાયોનો વિચાર જીવની જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી કરવામાં આવ્યો છે. તે ઉપરથી પરમાણુ વિષે જે બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે એ કે જ્યારે પરમાણુ સ્કંધથી જુદો હોય ત્યારે તેવા બધા જ સ્વતંત્ર પરમાણુની અવગાહના સમાન છે, એટલે કે સૌ સરખું ક્ષેત્ર રોકે છે (૫૦૪). પણ તેમની કાલિક સ્થિતિમાં ભેદ છે. કોઈ પરમાણુ એક જ સમયની સ્થિતિવાળો હોય છે, તો કોઈ બે સમયની સ્થિતિવાળો, યાવત અસંખ્યાત કાલની સ્થિતિવાળો હોય છે. “ઘરમાળોસમયાવાગ્ર સર્વતોડફંચેયરમવાનમ્ –પ્રસાવનાર, પત્ર ૨૦૨ ૧. પણ સ્વતંત્ર પરમાણુની અનંતકાળની સ્થિતિ નથી, તેથી એક પરમાણુ અન્ય પરમાણુની કાલિક સ્થિતિથી અપેક્ષાએ હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. હીનાધિક હોય તો ચતુઃસ્થાન પતિત છે, એટલે કે સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ હીન કે અધિક હોય. પણ પરમાણુના વર્ણાદિ પર્યાયો-પરિણામ તો અનંત પ્રકારના છે, તેથી કોઈ એક પરમાણુ અન્ય પરમાણુની તુલનામાં હીન-અધિક હોય તો ટ્રસ્થાન પતિત કહેવાય છે એટલે કે અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હીન કે અધિક હોય છે (૫૦૪). આ રીતે પરમાણુના પર્યાયો ભાવની અપેક્ષાએ અનંત સિદ્ધ થતા હોવાથી અનંત કહેવાય છે.
દિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી ઢંધોની બાબતમાં જે ધ્યાનમાં લેવાનું છે તે એ કે પ્રદેશોની અપેક્ષાએ તે તે સ્કંધો સમાનપ્રદેશી આંધો સાથે તુલ્ય હોવા છતાં પણ તેમની જે અવગાહના છે, એટલે કે ક્ષેત્રના જેટલા પ્રદેશો તે સ્કંધો રોકે છે, તેમાં તફાવત પડે છે. દિપ્રદેશી સ્કંધ આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે (૫૦૫). તે જ પ્રમાણે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ, બે અથવા એકમાં રહી શકે છે (૫૦૬). અને તે જ પ્રમાણે સંખ્યાત સુધીમાં જેટલા પ્રદેશો જે સ્કંધના હોય તે સ્કંધો પોતપોતાના પ્રદેશોની સંખ્યા જેટલા આકાશપ્રદેશો રોકે છે. અને ક્રમે ઘટે તો યાવત આકાશના એક પ્રદેશમાં પણ સંખ્યાતપ્રદેશી સ્કંધ સમાઈ શકે છે (૫૦૭-૮), અને અસંખ્યાત પ્રદેશ સ્કંધ એક પ્રદેશથી માંડીને અસંખ્યાત પ્રદેશો રોકી શકે છે (૫૦૯). પણ અનંતપ્રદેશ સ્કંધ એકથી માંડી અસંખ્યાત પ્રદેશમાં જ સમાઈ શકે છે, તેને અનંત પ્રદેશની જરૂર નથી (૫૧૦). આમ માનવાનું કારણ એ છે કે લોકાકાશના પ્રદેશો તો અસંખ્યાત જ છે, તેથી અનંતપ્રદેશી ઢંધને તેટલા જ પ્રદેશોમાં સમાઈ જવું પડે છે, કારણ કે લોકાકાશની બહાર તો આકાશ સિવાય કોઈ દ્રવ્ય છે જ નહિ. આ બાબતને પ્રદીપદષ્ટાંતથી પણ સમજાવવામાં આવે છે.
પરમાણુની જેમ સ્કંધોની સ્થિતિ પણ એક સમયથી માંડી અસંખ્યાત કાળથી વધારે નથી. પરમાણુની જેમ સ્કંધોના પણ વદિ પર્યાયો અનંત જ છે (૫૦૫–૫૧૦).
આમ પ્રથમ પરમાણુથી માંડીને અનંતપ્રદેશી ઢંધોના પર્યાયોનો જે વિચાર થયો, તેમાંથી ફલિત એ થયું કે પુદગલો આકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશમાં, યાવત સંખ્યાત પ્રદેશમાં અને અસંખ્યાત પ્રદેશમાં સમાવેશ પામે છે, તે જ પ્રમાણે એક સમયથી માંડીને યાવત અસંખ્યાત કાળની
૯. યુક્તિ અને પ્રદીપઢાંત માટે પ્રશાપના, પત્ર ર૪ર મ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org